હાઈકોર્ટના પૂર્વ જજ રોહિત આર્ય ભાજપમાં જોડાયા, 3 મહિના પહેલા થયા હતા નિવૃત્ત
મધ્યપ્રદેશ હાઈકોર્ટના પૂર્વ જજ રોહિત આર્ય ભાજપમાં જોડાઈ ગયા છે. લગભગ 3 મહિના પહેલા જ તેઓ નિવૃત્ત થયા હતા. ત

મધ્યપ્રદેશ હાઈકોર્ટના પૂર્વ જજ રોહિત આર્ય ભાજપમાં જોડાઈ ગયા છે. લગભગ 3 મહિના પહેલા જ તેઓ નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તે ભોપાલમાં રાજ્યમાં ભાજપના પાર્ટીના વડા ડો. રાઘવેન્દ્ર શર્માની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
મુનવ્વર ફારુકીને જામીન નહોતા આપ્યા
12 સપ્ટેમ્બર 2013 ના રોજ તે મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામ્યા હતા થયા અને 26 માર્ચ 2015 ના રોજ કાયમી ન્યાયાધીશ બન્યા. ભૂતપૂર્વ જસ્ટિસ રોહિત આર્યની અધ્યક્ષતામાં એવા ઘણા કેસમાં ચુકાદા આવ્યા હતા જે ચર્ચામાં રહ્યા. જેમાં પ્રખ્યાત કોમેડિયન મુનાવર ફારુકીને જામીન આપવાનો ઇનકાર કરવાનો મામલો પણ સામેલ છે. રોહિત આર્ય તેમના કડક વલણ માટે જાણીતા છે. એક કેસની સુનાવણી દરમિયાન સબ ઇન્સ્પેક્ટરનો ઉધડો લઈ નાખતા તેઓ ફરી ચર્ચામાં આવ્યા હતા.




