Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Modi's historical record! Became the longest elected Prime Minister, surpassing Nehru

VIDEO:PM મોદીનો ઐતિહાસિક રેકોર્ડ! નેહરુને પાછળ છોડી બન્યા સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક વધુ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. નરેન્દ્ર મોદીએ 10 જૂને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મોદીએ 26 મે 2014ના રોજ પીએમ પદના શપથ લીધા હતા. આજે તેમના કાર્યકાળના 4399 દિવસ પૂરા થયા છે. 12 વર્ષથી વધુ સમય સુધી પદ પર રહીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેમની આ સિદ્ધિ બદલ કેબિનેટે તેમનું તાળીઓ સાથે સ્વાગત કર્યુ હતું..આ સાથે તેમણે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો લાંબા સમય સુધી સળંગ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળવાનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે.જવાહરલાલ નેહરુ 1952ની પ્રથમ લોકશાહી ચૂંટણી બાદ વડાપ્રધાન બન્યા હતા અને મે 1964માં તેમના અવસાન સુધી આ પદ પર રહ્યા હતા. ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે તેમના સતત કાર્યકાળનો રેકોર્ડ હવે નરેન્દ્ર મોદીના નામે નોંધાયો છે.બીજી તરફ, પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીનો કુલ કાર્યકાળ લગભગ 16 વર્ષનો રહ્યો હતો, પરંતુ તેમનો કાર્યકાળ સળંગ નહોતો. 1966થી 1977 અને ત્યારબાદ 1980થી 1984 સુધી તેઓ વડાપ્રધાન રહ્યા હતા.વર્ષ 2014માં પ્રથમ વખત દેશના વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદી 2019 અને 2024માં પણ સતત જનસમર્થન મેળવી ફરી સત્તામાં આવ્યા છે. એનડીએ સરકાર પોતાના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી કરી રહી છે ત્યારે વડાપ્રધાન મોદીના નામે નોંધાયેલો આ રેકોર્ડ દેશના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે જોવામાં આવી રહ્યો છે.

App Store