Video: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરયૂ ઘાટ પર આયોજિત ભવ્ય આરતીમાં ભાગ લીધો

અયોધ્યામાં દીપોત્સવ 2026ની ભવ્ય ઉજવણી દરમિયાન સરયૂ ઘાટ પર ભક્તિ અને આસ્થાનો અદભુત નજારો જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરયૂ ઘાટ પર આયોજિત ભવ્ય આરતીમાં ભાગ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે સમગ્ર ઘાટ ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઊઠ્યો હતો. આરતી દરમિયાન સરયૂ નદીના કિનારે દીવાઓની ઝગમગાટ અને ભવ્ય સજાવટ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધિપૂર્વક સરયૂ માતાની આરતી ઉતારી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો, મહંતો, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા
જાહેરાત






