કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી, મોદી સરકાર આ દિવસે કરી શકે છે DA વધારાની જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર મળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ માટ

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર મળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે મોદી સરકાર ટૂંક સમયમાં મોટી જાહેરાત કરી શકે છે. જેનાથી 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. મળતી માહિતી મુજબ સરકાર ટૂંક સમયમાં DA અને મોંઘવારી રાહત (DR) માં વધારો કરી શકે છે. આ નિર્ણયની સીધી અસર કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શન પર પડશે. આ નિર્ણયની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને હવે સમાચાર છે કે ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
કેબિનેટ બેઠકમાં પીએમ મોદી લઈ શકે છે મોટો નિર્ણય
સરકાર દ્વારા ડીએમાં વધારા અંગે ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. પહેલા એવી અપેક્ષા હતી કે હોળી પહેલા તેની જાહેરાત કરવામાં આવશે, પરંતુ એવું ન થયું પરંતુ હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ અંગે અંતિમ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 19 માર્ચ, 2025 ના રોજ મળનારી કેબિનેટની બેઠકમાં લેવામાં આવી શકે છે. જો આ મિટિંગમાં ડીએ વધારવાનો નિર્ણય લેવામાં આવે તો કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સીધો લાભ મળશે.
DA ૫૩ ટકાથી વધીને ૫૫% થવાની શક્યતા
રિપોર્ટ મુજબ સરકાર મોંઘવારી ભથ્થામાં 2% વધારો જાહેર કરી શકે છે, જેનાથી હાલનું વર્તમાન મોંઘવારી ભથ્થું 53 ટકાથી વધીને 55 ટકા થશે. મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે તેમને વધતી મોંઘવારીમાં રાહત આપવા માટે દર વર્ષે બે વાર (જાન્યુઆરી અને જુલાઈ) સંશોધિત થાય છે.
આ વધારો જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવશે?
સરકાર દ્વારા જે પણ ડીએ વધારો કરવામાં આવશે, તે 1 જાન્યુઆરી, 2025 થી અમલમાં આવશે. આનો અર્થ એ થયો કે કર્મચારીઓને જાન્યુઆરીથી માર્ચ 2025 સુધીના બાકી પગારની ચુકવણી પણ મળશે. છેલ્લી વખત સરકારે જુલાઈ 2024માં DA માં 3 ટકાનો વધારો કર્યો હતો, જેના કારણે ડીએ 50% થી વધીને 53% થયો હતો. હવે આ વખતે સંભવિત વધારા પછી DA 55 ટકા સુધી પહોંચી શકે છે.
હવે બધાની નજર 19 માર્ચે યોજાનારી મોદી કેબિનેટની બેઠક પર ટકેલી છે. જો સરકાર આ દિવસે ડીએમાં વધારાની જાહેરાત થશે તો તેનો લાભ તમામ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. આનાથી કર્મચારીઓના હાલના પગારમાં વધારો થશે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ વખતે પગારમાં 2% વધારો કરે છે કે અપેક્ષા કરતાં વધુ રાહત આપે છે.







