આ રાજ્યમાં 8 કલાક માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ, જાણો કારણ
આસામમાં 29 સપ્ટેમ્બર સવારે 8.30 વાગ્યાથી સાંજે 4.30 વાગ્યા સુધી આઠ કલાક માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ ક

આસામમાં 29 સપ્ટેમ્બર સવારે 8.30 વાગ્યાથી સાંજે 4.30 વાગ્યા સુધી આઠ કલાક માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ કારણે રાજ્યના લોકોને કેટલીક મુશ્કેલી થઇ શકે છે. આ પગલું એટલા માટે ભરવામાં આવ્યું કારણ કે રાજ્યમાં સીધી ભરતી પરીક્ષામાં કોઇ ગડબડ ના થાય. પરીક્ષા રાજ્યભરના 800થી વધુ કેન્દ્રો પર રવિવાર સવારે 9 વાગ્યાથી શરૂ થઇ છે. રાજ્યના 27 જિલ્લામાં સાત લાખ કરતા વધુ પરીક્ષાર્થી લેખિત પરીક્ષા આપશે. ઇન્ટરનેટ સવારે 8.30 વાગ્યાથી સાંજના 4.30 વાગ્યા સુધી બંધ રહેશે.
આ સેવા ચાલુ રહેશે
જોકે, વોઇસ કોલ અને ફિક્સ્ડ ટેલિફોન લાઇન પર આધારિત બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ચાલુ રહેશે. આજે બે શિફ્ટમાં આયોજિત થનારી ભરતી પરીક્ષામાં 7 લાખ 34 હજાર 80 પરીક્ષાર્થી સામેલ થવાની સંભાવના છે. બેચલર ડિગ્રી લેવલના ક્લાસ-3 પદ માટે પ્રથમ શિફ્ટ સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી જ્યારે HSLC (Driver) પદો માટે બીજી શિફ્ટ બપોરે 1.30 વાગ્યાથી સાંજના 4.30 વાગ્યા સુધી યોજાશે. આસામમાં 822 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઇ રહી છે.
સીધી ભરતી પરીક્ષામાં કોઇ ગડબડ ના થાય
પરીક્ષા પહેલા જાહેર એક ઓફિશિયલ આદેશમાં કહેવામાં આવ્યું હતું, 'કેટલાક પરીક્ષા કેન્દ્રમાં ગડબડનો જૂનો ઇતિહાસ રહ્યો છે. ભરતી પરીક્ષા દરમિયાન રવિવાર સવારે 8.30 વાગ્યાથી સાંજના 4.30 વાગ્યા સુધી રાજ્યમાં મોબાઇલ ઇન્ટરનેટ/મોબાઇલ વાઇફાઇ/મોબાઇલ ડેટા સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યોો છે. આ નિર્ણય નિષ્પક્ષ અને પારદર્શી પરીક્ષા આયોજિત કરવા અને સાર્વજનિક સુરક્ષાને બનાવી રાખવા માટે લેવામાં આવ્યો છે.'








