મોદી 3.0ની શરૂઆત/ જયંત ચૌધરીથી મનોહરલાલ ખટ્ટર સુધી, મંત્રીઓેએ ચાર્જ સંભાળ્યો
નરેન્દ્ર મોદીના ત્રીજા વડાપ્રધાન કાર્યકાળની શરૂઆત થઇ ગઇ છે. રવિવારે મોદી સાથે 71 સાંસદોએ મંત્રી પદના શપથ લીધા હતા. શપ

નરેન્દ્ર મોદીના ત્રીજા વડાપ્રધાન કાર્યકાળની શરૂઆત થઇ ગઇ છે. રવિવારે મોદી સાથે 71 સાંસદોએ મંત્રી પદના શપથ લીધા હતા. શપથ બાદ મંત્રીઓને કેબિનેટ ખાતાની ફાળવણી કરવામાં આવી હતી.કેબિનેટ મંત્રીઓએ પોત પોતાને ફાળવવામાં આવેલા ખાતાનો ચાર્જ સંભાળ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.
જયંત ચૌધરીએ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયમાં રાજ્ય મંત્રી (MoS) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
કેરળના એકમાત્ર ભાજપના સાંસદ સુરેશ ગોપીને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. સુરેશ ગોપીએ પ્રવાસન મંત્રાલયમાં રાજ્ય મંત્રી (MoS) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.
સુરેશ ગોપીને બે ખાતા ફાળવવામાં આવ્યા છે.સુરેશ ગોપીએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી (MoS) તરીકેનો પણ ચાર્જ સંભાળ્યો હતો.આ દરમિયાન કેબિનેટ મંત્રી હરદીપ પુરી હાજર રહ્યાં હતા.
મનોહર લાલ ખટ્ટરે ઉર્જા મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
અશ્વિની વૈષ્ણવે માહિતી અને પ્રસારણ (I&B) મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
https://twitter.com/ANI/status/1800372322563756327








