મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુંબ્રામાં મેઘરાજાએ મચાવી ભારે તબાહી!

મહારાષ્ટ્રના થાણે સહિત આસપાસના વિસ્તારોમાં આકાશી આફત એટલે કે ધોધમાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થ

તસવીર: gstv

મહારાષ્ટ્રના થાણે સહિત આસપાસના વિસ્તારોમાં આકાશી આફત એટલે કે ધોધમાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.. ખાસ કરીને થાણેના મુંબ્રા વિસ્તારમાંથી સામે આવેલા દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક છે, જ્યાં ભારે વરસાદને પગલે નીચાણવાળા ભાગો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મુંબ્રાના અમૃત નગર વિસ્તારમાં અચાનક તૂટી પડેલા અતિભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પૂરના પાણી રોડ-રસ્તાઓ ઓળંગીને સ્થાનિક બજારો અને દુકાનોમાં ઘૂસી જતાં વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અચાનક સર્જાયેલી આ કુદરતી આફત અને અણધાર્યા હવામાનના કારણે સ્થાનિક વેપાર-ધંધા અને જનજીવન પર ખૂબ જ માઠી અસર પડી છે. વહીવટી તંત્રના પ્રી-મોન્સૂન પ્લાનની પોલ ખોલતા આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. ધોધમાર વરસાદના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને લોકો પોતાના ઘરો તથા દુકાનોમાંથી પાણી બહાર કાઢવા મજબૂર બન્યા છે. સમગ્ર થાણે અને મુંબ્રા પંથકમાં હાલ કુદરતી પ્રકોપ વચ્ચે સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે..

આ સમાચાર શેર કરો