VIDEO: આસામના ઉત્તર લખીમપુર વિસ્તારમાં આજ સવારથી જ મેઘરાજાએ અસલી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
આસામના ઉત્તર લખીમપુર વિસ્તારમાં આજ સવારથી જ મેઘરાજાએ અસલી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વહેલી સવારથી શરૂ થયેલો ભારે વરસાદ છેલ્લા ૮ કલાકથી અવિરતપણે ચાલુ છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર પણ માઠી અસર પડી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થાનિક નદીઓના જળસ્તરમાં પણ વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હવામાન વિભાગે આગામી સમયમાં પણ વધુ વરસાદની આગાહી કરી છે જેને જોતા વહીવટીતંત્ર દ્વારા જરૂરિયાતમંદ વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને અત્યંત જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.

