Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Meeting between PM Modi and Japanese PM Sana Takaichi at Hyderabad House

VIDEO: હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને જાપાનના પીએમ સાનાએ તાકાઈચી વચ્ચે બેઠક

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઈચી વચ્ચે ૧૬મી ભારત-જાપાન વાર્ષિક સમિટ અંતર્ગત દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. હૈદરાબાદ હાઉસ પહોંચતા પીએમ મોદીએ જાપાની સમકક્ષનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા શરૂ થઈ હતી. બંને દેશોના વડાપ્રધાનો હૈદરાબાદ હાઉસમાં પરસ્પર હસ્તધૂનન કરતા, સ્મિત સાથે ફોટોગ્રાફર્સ સમક્ષ પોઝ આપતા અને બંને દેશોના રાષ્ટ્રધ્વજ વચ્ચે બેસીને ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરતા જોઈ શકાય છે. બેઠક દરમિયાન આર્થિક સુરક્ષા, સેમિકન્ડક્ટર્સ, ડિજિટલ ટેકનોલોજી, ક્લીન એનર્જી, રક્ષા સહયોગ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા સહિતના વ્યૂહાત્મક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. હાઈ-પ્રોફાઈલ બેઠક બાદ બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ એમઓયુ (MoUs) પર હસ્તાક્ષર થવાની સંભાવના છે, જે ભારત અને જાપાન વચ્ચેની વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

App Store