Video: ફિટ ઇન્ડિયા સાયકલ અભિયાનના ૧૦૦મા સંસ્કરણમાં મનસુખ માંડવિયા પુણેથી જોડાયા, ૫૦ હજાર સાયકલચાલકો સહભાગી

સોર્સ: gstv

ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ અભિયાને આજે તેનું ૧૦૦મું સંસ્કરણ પૂર્ણ કરીને એક મહત્વપૂર્ણ પડાવ પાર કર્યો છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા મહારાષ્ટ્રના પુણે સ્થિત પિંપરી-ચિંચવડથી આ ઐતિહાસિક સાયકલ રેલીનું નેતૃત્વ કરી રહ્યા છે, જ્યાં આશરે ૫૦ હજાર સાયકલપ્રેમીઓ જોડાયા છે. ઇન્ડિયા રેડી ફોર ઓલિમ્પિક્સ થીમ હેઠળ યોજાયેલા આ ખાસ સંસ્કરણમાં દેશભરના ૧૦૦ મહત્વપૂર્ણ સ્થળોએ ૧૦૦ ભારતીય ઓલિમ્પિયન્સ પણ નાગરિકો સાથે જોડાયા છે. ડિસેમ્બર ૨૦૨૪માં શરૂ થયેલી આ પહેલ હવે મેદસ્વિતા, નશામુક્તિ અને પ્રદૂષણ સામે જાગૃતિ લાવતું જનઆંદોલન બની ગઈ છે, જે તંદુરસ્ત અને રમતગમતપ્રિય ભારત તરફ મજબૂત કદમ ભરી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત