Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Manisha Havaldar, a mastermind who leaked NEET Physics paper, arrested

NEET પેપર લીક કેસમાં વધુ એક માસ્ટરમાઇન્ડ ઝડપાઈ, ફિઝિક્સનું પેપર લીક કરનાર મનીષા હવલદારની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
NEET પેપર લીક કેસમાં વધુ એક માસ્ટરમાઇન્ડ ઝડપાઈ, ફિઝિક્સનું પેપર લીક કરનાર મનીષા હવલદારની ધરપકડ
સોર્સ : GSTV

દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 પેપર લીક મામલે CBI દ્વારા વધુ એક મોટી ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ મહારાષ્ટ્રના પુણેથી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે, જેને ફિઝિક્સના પ્રશ્નો લીક કરવાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવી રહ્યો છે. CBIના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલી આરોપીનું નામ મનીષા સંજય હવલદાર છે, જે પુણેની શેઠ હીરાલાલ સરાફ પ્રશાલામાં ફરજ બજાવતી હતી. તપાસ એજન્સીના મતે મનીષા હવલદારે જે પ્રશ્નો શેર કર્યા હતા, તેને NEET-UG 2026ના અસલી ફિઝિક્સ પેપર સેટ સાથે સરખાવવામાં આવ્યા અને બંનેમાં સમાનતા જોવા મળી છે. આ જ આધારે CBIએ તેને આ આખા પેપર લીક નેટવર્કની મહત્વની કડી ગણાવી છે.

App Store

 
મનીષા હવલદારે ફિઝિક્સનું પેપર કર્યું હતું લીક 

CBIની તપાસમાં સામે આવ્યું છે કે, મનીષા હવલદારને NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEET-UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં એક્સપર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. આ કારણે તેની ફિઝિક્સના પ્રશ્નપત્રો સુધી સીધી પહોંચ હતી. આરોપ છે કે એપ્રિલ 2026 દરમિયાન તેણે પરીક્ષા સંબંધિત ફિઝિક્સના ઘણા પ્રશ્નો સહ-આરોપી મનીષા મંડહરે સાથે શેર કર્યા હતા. મનીષા મંડહરેની સીબીઆઈ દ્વારા 16 મે 2026ના રોજ પહેલા જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. સીબીઆઈએ આ મામલે દેશભરમાં અનેક સ્થળો પર દરોડા પણ પાડ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન ઘણા મહત્વના દસ્તાવેજો, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.

સીબીઆઈ તપાસમાં તેજી

હવે આ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અને દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે જેથી જાણી શકાય કે પેપર લીકનું આ નેટવર્ક કેટલું મોટું હતું અને તેમાં કયા-કયા લોકો સામેલ હતા. CBIએ જણાવ્યું કે આ મામલો 12 મે 2026ના રોજ નોંધવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની લેખિત ફરિયાદના આધારે આ કેસની શરૂઆત થઈ હતી. ફરિયાદમાં NEET-UG 2026 પરીક્ષાનું પેપર લીક થવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કેસ નોંધાતાની સાથે જ સીબીઆઈએ સ્પેશિયલ ટીમો બનાવીને દેશભરમાં વિવિધ સ્થળોએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
 
આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ ધરપકડો દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે, લાતુર અને અહિલ્યાનગર જેવા શહેરોમાંથી કરવામાં આવી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કેટલાક વચેટિયાઓ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઈને તેમને વિશેષ કોચિંગ ક્લાસમાં મોકલતા હતા, જ્યાં કથિત રીતે એ જ પ્રશ્નો જણાવવામાં આવતા હતા જે બાદમાં NEET પરીક્ષામાં પુછાયા હતા.

ટોપિક્સ:neetneet examgstvgstv news