Video: દિવાળીની ખરીદી માટે જ્વેલરી શોરૂમ્સ પર ઉમટી માનવમેદની!

મુંબઈના પ્રખ્યાત ઝવેરી બજારમાં દિવાળીની ખરીદી માટે જ્વેલરી શોરૂમ્સ પર ઉમટી માનવમેદની!
સોના-ચાંદીના દાગીના ખરીદવા માટે લાગી ગ્રાહકોની લાંબી કતારો!
કડા, ચેઇન અને લક્ષ્મીજીના હારની ખરીદી બની રહી છે લોકોની પહેલી પસંદ!
દિવાળીના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મુંબઈના જાણીતા ઝવેરી બજારમાં સોના-ચાંદી અને જ્વેલરીની ખરીદી માટે અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે. મુંબઈના પ્રતિષ્ઠિત ઝવેરી બજાર સ્થિત સંઘવી ધનરૂપજી દેવાજી એન્ડ કંપની જેવી નામાંકિત જ્વેલરી શૉપ્સ પર ગ્રાહકોની ભારે ભીડ જામી છે. રોશની અને સમૃદ્ધિના આ મહાપર્વ પર પોતાના પરિવાર માટે સોના અને ચાંદીના આભૂષણો ખરીદવા માટે લોકો ઉત્સાહપૂર્વક કલાકો સુધી રાહ જોઈને લાઇનમાં ઊભા રહેલા નજરે પડે છે.દુકાનોની અંદર ગ્રાહકો દ્વારા અવનવી ડિઝાઇનના કડા, સોનાની ચેઇન, પરંપરાગત લક્ષ્મી હાર તેમજ વિવિધ કિંમતી દાગીનાઓની પસંદગી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા અને મીડિયાકર્મીઓ પણ આ અદ્ભુત દ્રશ્યોને કેદ કરવા માટે બજારમાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રાહકો પોતાની પસંદગીના સેટ્સ અને જ્વેલરીની બારીકાઈથી ચકાસણી કરીને ખરીદી કરી રહ્યા છે. જ્વેલર્સ દ્વારા પણ ગ્રાહકો માટે નવી અને આકર્ષક ડિઝાઇનો ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેને કારણે ખરીદીનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.
ભારતીય સંસ્કૃતિમાં દિવાળી અને તહેવારોના પર્વ પર સોનું ખરીદવું અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે. લોકોનું માનવું છે કે આ પવિત્ર દિવસે સોના-ચાંદીની ખરીદી કરવાથી ઘરમાં લક્ષ્મીજીનોવાસ રહે છે અને સમગ્ર વર્ષ દરમિયાન આર્થિક સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ જ કારણ છે કે ભાવ વધવા છતાં પણ ગ્રાહકોનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી અને તેઓ પરિવાર સાથે ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે.બજારના વેપારીઓએ જણાવ્યું કે આ વર્ષે તહેવારની સિઝનમાં ગ્રાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સવારથી જ શૉરૂમ્સમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે જેથી ગ્રાહકો કોઈપણ મુશ્કેલી વગર આરામથી ખરીદી કરી શકે. મુંબઈના ઝવેરી બજારમાં છવાયેલી આ રોનક સાબિત કરે છે કે દિવાળીનો આ ઉત્સવ લોકોના જીવનમાં સોના જેવી ચમક અને નવી ખુશીઓ લઈને આવ્યો છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી









