મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શબઘરમાં લઈ જતી વખતે માણસ અચાનક થયો જીવતો, ન્યૂઝ પેપરમાં છપાઈ ચૂકી હતી 'શ્રદ્ધાંજલિ'

કેરળના કન્નુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વૃદ્ધ વ્યક્તિને હોસ્પિટલમાં મૃત જાહેર ક

શબઘરમાં લઈ જતી વખતે માણસ અચાનક થયો જીવતો, ન્યૂઝ પેપરમાં છપાઈ ચૂકી હતી 'શ્રદ્ધાંજલિ'

કેરળના કન્નુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વૃદ્ધ વ્યક્તિને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો, જ્યારે તેમને શબઘરમાં લઈ જતી વખતે કંઈક એવું બન્યું કે હોસ્પિટલ સ્ટાફ ચોંકી ગયો. એક કર્મચારીના જણાવ્યા મુજબ, થોડા સમય પહેલા જે વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો તે પાછો જીવિત થઈ ગયો છે. તે માણસ જીવતો પાછો આવતાની સાથે જ સ્થળ પર હાજર કર્મચારીઓમાં હોબાળો મચી ગયો. આ ઘટના હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બની રહી છે. આ ઘટના એટલા માટે પણ આશ્ચર્યજનક છે કારણ કે મૃત્યુના સમાચાર એક દિવસ પહેલા જ અખબારોમાં પ્રકાશિત થઈ ચૂક્યા હતા.

આ પણ વાંચોઃ વલસાડઃ દફનાવેલા બાળકની હત્યા મુદ્દે થયો મોટો ખુલાસો, મહિલાના પ્રેમીએ જ...

આ ઘટના કન્નુર જિલ્લાના એકેજી મેમોરિયલ કોઓપરેટિવ હોસ્પિટલની બતાવવામાં આવી રહી છે. અહીંના પચપ્પોયિકાના એક વૃદ્ધ વ્યક્તિ પવિત્રનને મેંગલુરુની હેગડે હોસ્પિટલમાં લાંબા સમય સુધી સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન શ્વાસની ગંભીર સમસ્યાઓને કારણે વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. જ્યારે તેની હાલતમાં કોઈ સુધારો ન થતાં પરિવારે લાઇફ સપોર્ટ દૂર કરવાનો નિર્ણય લીધો. 
 
એકેજી મેમોરિયલ હોસ્પિટલના ડોકટરોએ વેન્ટિલેટર હટાવ્યા બાદ 67 વર્ષીય પવિત્રનના પલ્સ રેટ તપાસ્યા. આ પછી તેમને મૃત જાહેર કર્યા. તેના બધા સગા સંબંધીઓ હાજર ન હોવાને પગલે પરિવારની વિનંતી પર મૃતદેહને શબઘરમાં ડિપ ફ્રીજમાં રાખવા માટે લઈ જઈ રહ્યા હતા.

મળતી માહિતી મુજબ જ્યારે શબઘર કર્મચારીઓ મૃતદેહને શબઘરમાં લઈ જઈ રહ્યા હતા, ત્યારે મૃતદેહમાં હલનચલન જોવા મળી. સ્થાનિક મીડિયાને આપેલા નિવેદનમાં એક કર્મચારીએ જણાવ્યું હતું કે, પવિત્રનના એક હાથની આંગળી ધ્રુજી રહી હતી. જ્યારે તેણે આ જોયું તો ચોંકી ગયો. તાત્કાલિક ડોક્ટરોને આ બાબતની જાણ કરી. એવું કહેવાય છે કે પવિત્રનના અંતિમ સંસ્કાર માટે બધી તૈયારીઓ થઈ ગઈ હતી, પરંતુ અચાનક થયેલા ચમત્કારથી બધા આશ્ચર્યચકિત છે.

આ સમાચાર શેર કરો