મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોંગ્રેસ અને TMCમાં સુલેહ! ચૂંટણીમાં મમતા બેનર્જી કરી શકે છે પ્રિયંકા ગાંધીનો પ્રચાર

કોંગ્રેસ અને ટીએમસી વચ્ચેના સંબંધો ટૂંક સમયમાં સારા થવા જઈ રહ્યા છે. કહેવામાં આવી

કોંગ્રેસ અને TMCમાં સુલેહ! ચૂંટણીમાં મમતા બેનર્જી કરી શકે છે પ્રિયંકા ગાંધીનો પ્રચાર

કોંગ્રેસ અને ટીએમસી વચ્ચેના સંબંધો ટૂંક સમયમાં સારા થવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા માટે પ્રચાર કરી શકે છે.

વાસ્તવમાં, રાહુલ ગાંધીએ વાયનાડ સીટ ખાલી કર્યા બાદ પ્રિયંકા ગાંધી અહીંથી પેટાચૂંટણી લડશે. ટીએમસી ચીફ મમતા આ પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી માટે પ્રચાર કરી શકે છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે ગઈકાલે એટલે કે ગુરુવારે મમતા બેનર્જીને મળ્યા હતા. જો કે આ મીટીંગ ખુબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. આ ગુપ્ત બેઠકમાં પી ચિદમ્બરમે મમતા બેનર્જીને પ્રિયંકા ગાંધી માટે પ્રચાર કરવા વિનંતી કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પી. ચિદમ્બરમ અધીર રંજન ચૌધરીના કારણે કોંગ્રેસ અને ટીએમસી વચ્ચેના અંતરને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો