મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

છત્તીસગઢમાં સુરક્ષાદળનું મોટું ઓપરેશન, 8 નક્સલીઓ માર્યા ગયાના અહેવાલ

છત્તીસગઢના બસ્તરમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોએ ફરી એકવાર મોટું ઓપરેશન શરૂ કર્

છત્તીસગઢમાં સુરક્ષાદળનું મોટું ઓપરેશન, 8 નક્સલીઓ માર્યા ગયાના અહેવાલ

છત્તીસગઢના બસ્તરમાં  નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોએ ફરી એકવાર મોટું ઓપરેશન શરૂ કર્યું છે. હાલમાં નાના મોટા હુમલાઓ ચાલુ છે. સુરક્ષાદળ અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધી 8 નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

છેલ્લા બે દિવસથી બસ્તરના અબુઝહમદમાં ઓપરેશન માટે ગયેલા સુરક્ષાદળો વચ્ચે નક્સલવાદીઓ સાથે અથડામણ ચાલી રહી છે. છત્તીસગઢમાં સુરક્ષાદળ દ્વારા જ્યાં એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે તે બસ્તરના અબુઝહમદના કુતુલ ફરસેબેડા કોડમેટાનો વિસ્તાર છે. આ વિસ્તારમાં નક્સલીઓની મોટી સંખ્યા છે. સુરક્ષાદળે અહીં ઝૂંબેશ ચલાવી નક્સલીઓ સામે ઓપરેશન ચલાવ્યું છે. આ ઓપરેશનમાં નારાયણપુર, કોંડાગાંવ, કાંકેર અને દંતેવાડા જિલ્લાના DRG, STF અને ITBPના જવાનો સામેલ છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બસ્તરના અબુઝમાદનો વિસ્તાર જ્યાં બે દિવસથી સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, તે ગાઢ જંગલો અને પહાડોથી ઘેરાયેલો છે. આ સમગ્ર વિસ્તારને સૈનિકોએ કોર્ડન કરી લીધો છે. જ્યાં વચ્ચે નક્સલવાદીઓની હાજરીના સમાચાર છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 8 નક્સલવાદીઓ માર્યા ગયા છે, જ્યારે કેટલાક સૈનિકો ઘાયલ પણ થયા છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર કોઈ પુષ્ટિ થઈ નથી.

આ સમાચાર શેર કરો