રિસોર્ટ પોલિટિક્સ/ ગુજરાતના પાડોશી રાજ્યમાં 11 બેઠક માટે 12 ઉમેદવારો, ચૂંટણી રસપ્રદ બનશે
મહારાષ્ટ્રમાં 11 વિધાન પરિષદ બેઠકો માટે 12 જુલાઇએ મતદાન થવાનું છે. આ ચૂંટણી રસપ્રદ બની ગઇ છે કારણ કે 11 બેઠક માટે 1

મહારાષ્ટ્રમાં 11 વિધાન પરિષદ બેઠકો માટે 12 જુલાઇએ મતદાન થવાનું છે. આ ચૂંટણી રસપ્રદ બની ગઇ છે કારણ કે 11 બેઠક માટે 12 ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. એવામાં ચર્ચા છે કે ક્રૉસ વોટિંગનો પ્રયાસ પણ થઇ શકે છે. એવામાં વિપક્ષનો મહાવિકાસ અઘાડી ગઠબંધન એલર્ટ થઇ ગયું છે અને વોટિંગ પહેલા જ ધારાસભ્યોને રિસોર્ટ મોકલવામાં આવી શકે છે જેથી NDAના નેતા તેમનો સંપર્ક ના કરી શકે. કોંગ્રેસ, ઉદ્ધવ સેના અને શરદ પવારની NCPના ધારાસભ્યોને હોટલમાં રાખવાની યોજના છે. ખાસ કરીને ઉદ્ધવ સેનાના ધારાસભ્યોને કહેવામાં આવી શકે છે કે તે ચૂંટણી પહેલા સાથે રહે.
આ રીતે મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની NCPના ધારાસભ્યોને પણ એક જ હોટલમાં રોકાવવામાં આવી શકે છે. એવું એટલા માટે જેથી ચૂંટણી પહેલા હૉર્સ ટ્રેડિંગ ના થાય. ધારાસભ્યો તૂટવાનો ડર NDA અને INDIA ગઠબંધન બન્નેને છે. લોકસભા ચૂંટણીમાં NDAને 17 બેઠક જ મળ્યા બાદ એવા તમામ નેતા છે જેમનું મન હવે બદલાઇ રહ્યું છે. એવામાં વિધાનસભા ચૂંટણી પહેલા કેટલાક ધારાસભ્ય પોતાની વફાદારી બીજા નેતા પ્રત્યે બતાવી શકે છે. NDA અને મહાવિકાસ અઘાડી સાવચેત થઇ ગયા છે.
બે દિવસ પહેલા જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારની મીટિંગ મળી હતી. આ મીટિંગમાં ત્રણેય પક્ષોએ સંયુક્ત રણનીતિ પર વિચાર કર્યો હતો. આ સિવાય વોટિંગ પેટર્ન નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં આ વાત પર નિર્ણય લેવામાં આવ્યો કે ત્રણેય પક્ષને પ્રથમ અને બીજા સ્થાને વોટ કેવી રીતે આપવામાં આવશે. 2022માં ભાજપે રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કર્યું હતું ત્યારે કમાન દેવેન્દ્ર ફડણવીસના હાથમાં હતી. તે અનુભવને જોતા આ વખતે પણ NDAની કમાન ફડણવીસને આપવામાં આવી છે.
ભાજપે 2022માં પુરતી સંખ્યા ના હોવા છતા 3 રાજ્યસભા બેઠક અને 5 વિધાન પરિષદ બેઠક જીતી હતી.મહત્ત્વપૂર્ણ છે કે કૂલ 11 બેઠક માટે જે 12 ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે જેમાં 5 ભાજપના જ છે. આ સિવાય બે-બે ઉમેદવાર એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારના છે. વિપક્ષના મહાવિકાસ અઘાડીના ત્રણેય પક્ષોએ 1-1 ઉમેદવારને ઉતાર્યા છે.






