મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: શરદ પવાર જૂથે 45 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

શરદ પવાર જૂથે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને તેની પ્રથમ યાદી જા

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: શરદ પવાર જૂથે 45 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

શરદ પવાર જૂથે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને તેની પ્રથમ યાદી જાહેર કરી છે, પાર્ટીએ 45 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

શરદ જૂથે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને તેની પ્રથમ યાદી જાહેર કરી છે, પાર્ટીએ 45 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. NCP (SP)ના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પ્રથમ યાદી જાહેર કરી છે. શરદ જૂથે ઇસ્લામપુર વિધાનસભા બેઠક પરથી જયંત પાટીલ, કાટોલ બેઠક પરથી અનિલ દેશમુખ, ઘનસાવંગીથી રાજેશ ટોપે અને કરાડ ઉત્તર બેઠક પરથી બાલાસાહેબ પાટીલને ટિકિટ આપી છે.

45 ઉમેદવારોના નામની જાહેરાત કરતા, NCP (SP) એ મુંબ્રા બેઠક પરથી જીતેન્દ્ર આવ્હાડ, કોરેગાંવથી શશિકાંત શિંદે, વાસમતથી જયપ્રકાશ દાંડેગાંવકર, જલગાંવ ગ્રામીણથી ગુલાબરાવ દેવકર, ઈન્દાપુર-હર્ષવર્ધન પાટીલ, રાહુરી બેઠક પરથી પ્રાજક્તા તનપુરે, શિરુરથી અશોક પવાર, શિરાલા સીટથી માનસિંહ નાઈક, વિક્રમગઢથી સુનિલ ભુસારા, કરજગ જામખેડથી રોહિત પવાર, અહેરી સીટથી ભાગ્યશ્રી આત્રામ, બાનાપુરથી રૂકુકુમાર ઉર્ફે બબલુ ચૌધરી, મુરબાડથી સુભાષ પવાર, ઘાટકોપર પૂર્વથી રાખી જાધવ, અંબેગાંવથી દેવદત્ત નિકમ અને બારામતીથી યુગેન્દ્ર પવારને ટિકિટ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો