મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'લવ જેહાદ'માં થશે આજીવન કેદની સજા, યોગી સરકારના નવા બિલમાં આ 5 બાબતોમાં ગુનો ગણાશે 

યુપીની યોગી સરકાર લવ જેહાદ વિરુદ્ધ નવો કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે. 20

'લવ જેહાદ'માં થશે આજીવન કેદની સજા, યોગી સરકારના નવા બિલમાં આ 5 બાબતોમાં ગુનો ગણાશે 

યુપીની યોગી સરકાર લવ જેહાદ વિરુદ્ધ નવો કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે. 2020માં બનેલા કાયદામાં સુધારો કરવા માટે એક બિલ લાવવામાં આવ્યું છે, જેના પર મંગળવારે ગૃહમાં ચર્ચા થઈ શકે છે. સોમવારે ગૃહમાં 'ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલોફુલ કન્વર્ઝન (એમેન્ડમેન્ટ) બિલ-2024' રજૂ કરવામાં આવ્યું હતું. હવે આ અંગે ચર્ચા કરવાની તૈયારી ચાલી રહી છે. સુધારેલા બિલમાં એવી જોગવાઈ છે કે જો લવ જેહાદનો આરોપ સાચો સાબિત થાય તો આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આ સંશોધન બિલ 2 ઓગસ્ટના રોજ અવાજ મત દ્વારા પસાર થઈ શકે છે.
 
ભાજપ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારે 2020માં બનેલા આ કાયદાને વધુ અસરકારક બનાવવા આજીવન કેદની સજા સહિત આ કાયદાનો વ્યાપ વધાર્યો છે. લવ જેહાદના પહેલા કાયદામાં 10 વર્ષની જેલની જોગવાઈ હતી, હવે આજીવન કેદની સજા થશે. માત્ર લગ્ન ખાતર ધર્મ પરિવર્તન ગેરકાયદેસર ગણવામાં આવશે. આ ઉપરાંત જૂઠું બોલીને અથવા છેતરપિંડી કરીને ધર્મ પરિવર્તન ગુનો ગણવામાં આવશે. જો આમ થશે તો આરોપીઓ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

નવા બિલ મુજબ જો કોઈ વ્યક્તિ પોતાની જાતે ધર્મ બદલવા માંગતો હોય તો તેણે બે મહિના પહેલા મેજિસ્ટ્રેટને જાણ કરવી જરૂરી છે. આનું ઉલ્લંઘન કરવા પર 6 મહિનાથી લઈને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. છેતરપિંડીથી ધર્માંતરણ માટે 15,000 રૂપિયા સુધીનો દંડ અને 1થી 5 વર્ષની જેલની સજા થશે. જો SC-ST મહિલાઓ અને સગીરાનું ધર્માંતરણ હશે તો તેમાં 3થી 10 વર્ષની જેલ થઈ શકે છે.  

લવ જેહાદની ઘટનામાં કોઈની જામીન અરજી પર વિચાર કરવા માટે સરકારી વકીલ પાસેથી ઇનપુટ લેવાનું રહેશે. આ સિવાય મહિલાની સ્થિતિના આધારે સજાનો નિર્ણય કરવામાં આવશે. લવ જેહાદના નવા કાયદામાં કઈ 5 બાબતોને અપરાધ ગણવામાં આવી 
 
- ઓળખ છુપાવીને/ બદલીને લગ્ન
- ખાનગી રીતે ધર્મ બદલવો
- ધર્મ પરિવર્તન માટે ફન્ડીંગ આપવું
 - ડરવી ધમકાવીને ધર્મ પરિવર્તન કરાવવું
- બળજબરીથી લગ્ન કરવા- કરાવવા.

આ સમાચાર શેર કરો