LokSabha Elections: ત્રીજા તબક્કા માટે સવારે 11 વાગ્યા સુધી 25.41% મતદાન, જાણો તમામ રાજ્યોના આંકડા
LokSabha Elections: ત્રીજા તબક્કા માટે સવારે 11 વાગ્યા સુધી મતદાન થયું છે. આજે ગુજરાત, મધ્ય

LokSabha Elections: ત્રીજા તબક્કા માટે સવારે 11 વાગ્યા સુધી મતદાન થયું છે. આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.
11 વાગ્યા સુધી કયા રાજ્યમાં કેટલું મતદાન
- પશ્ચિમ બંગાળ- 32.82
- ગોવા- 30.94
- મધ્યપ્રદેશ- 30.21
- છત્તીસગઢ- 29.90
- આસામ- 27.34
- ઉત્તર પ્રદેશ- 26.12
- દાદર અને નગર હવેલી, દમણ અને દીવ- 24.69
- કર્ણાટક- 24.48
- બિહાર- 24.41
- ગુજરાત- 24.35
- મહારાષ્ટ્ર-18.18
LokSabha Elections: ત્રીજા તબક્કા માટે સવારે 9 વાગ્યા સુધી 10.57% મતદાન થયું છે.
- આસામ - 10.12%
- બિહાર - 10.03%
- છત્તીસગઢ - 13.24%
- દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ - 10.13%
- ગોવા - 12.35%
- ગુજરાત - 9.87%
- કર્ણાટક - 9.45%
- મધ્ય પ્રદેશ - 14.22%
- મહારાષ્ટ્ર - 6.64%
- ઉત્તર પ્રદેશ - 11.63%
- પશ્ચિમ બંગાળ - 14.60%




