મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાહુલ ગાંધી આવ્યા સ્મૃતિ ઈરાનીના સમર્થનમાં, કહ્યું ‘જીવનમાં જીત અને હાર હોય…’

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાની પર અભદ્ર ટિપ્પણી કરનારાઓને સલાહ આપી છે.

રાહુલ ગાંધી આવ્યા સ્મૃતિ ઈરાનીના સમર્થનમાં, કહ્યું ‘જીવનમાં જીત અને હાર હોય…’

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાની પર અભદ્ર ટિપ્પણી કરનારાઓને સલાહ આપી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોને આમ ન કરવા કહ્યું.વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવ્યા સ્મૃતિ ઈરાનીના સમર્થનમાં આવ્યા છે અને રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીની સોશિયલ મીડિયા ટ્રોલિંગને લઈને ટ્વિટ કર્યું છે.

ટ્વિટમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લખ્યું કે "જીવનમાં જીત અને હાર હોય છે. હું દરેકને વિનંતી કરું છું કે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાથી બચો અને સ્મૃતિ ઈરાનીજી કે અન્ય કોઈ નેતા પ્રત્યે ખરાબ વર્તન ન કરો. લોકોને નીચું અને અપમાનિત કરવું એ શક્તિની નહીં, નબળાઈની નિશાની છે."

સ્મૃતિ ઈરાની વિરુદ્ધ સતત અભદ્ર ભાષાનો ઉપયોગ

બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીએ 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠી લોકસભા સીટ પરથી રાહુલ ગાંધીને હરાવ્યા હતા, ત્યાર બાદ તેઓ સતત કોંગ્રેસના નિશાના પર છે. હવે જ્યારે અમેઠીમાં 2024ની લોકસભા ચૂંટણીમાં ઈરાનીને હારનો સામનો કરવો પડ્યો ત્યારે કોંગ્રેસના નેતાઓના આ શબ્દોના તીર વધુ તેજ થઈ ગયા. કોંગ્રેસના નેતાઓએ તેમને અહંકારી કહ્યા હતા. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે પોતાના શબ્દોની મર્યાદા તોડીને ચૂંટણી દરમિયાન ઈરાનીને માનસિક રીતે અસ્વસ્થ પણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે સ્મૃતિ ઈરાનીજીની માનસિક તબિયત સારી નથી દેખાતી, હું મોદીજીને અપીલ કરીશ કે તેમની માનસિક સારવાર વહેલી તકે કરાવવામાં આવે.

આ સમાચાર શેર કરો