બિશ્નોઈ સમાજનો નિર્ણય, લોરેન્સ બિશ્નોઈને બનાવાયો ભારતીય જીવ રક્ષા યુવા મોરચાનો રાષ્ટ્રીય અધ્યક્ષ
બિશ્નોઈ સમાજનો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી જેલમાં બંધ

બિશ્નોઈ સમાજનો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. બિશ્નોઈ સમુદાયે લોરેન્સને ભારતીય જીવ રક્ષા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યો છે. બિશ્નોઈ સમુદાયે સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. આ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લોરેન્સ બિશ્નોઈના નામને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે બિશ્નોઈ સમાજ પત્ર પણ બહાર પાડશે.
બિશ્નોઈ સમુદાયનો દાવો છે કે દરેક બિશ્નોઈની જેમ લોરેન્સ બિશ્નોઈ પણ પર્યાવરણ પ્રેમી છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ, વાતચીત દરમિયાન બિશ્નોઈ સમાજના વડા દેવેન્દ્ર બિશ્નોઈએ કહ્યું હતું કે પર્યાવરણનું જતન કરવું એ લોરેન્સ અને બિશ્નોઈ સમાજના ડીએનએમાં છે અને અમે તેના માટે લડી રહ્યા છીએ. તેમણે કહ્યું કે બિશ્નોઈ સમુદાય પર્યાવરણ પ્રેમી છે. તમને જણાવી દઈએ કે લોરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ છે.




