J&K news: બાંદીપોરામાં લશ્કરનો આતંકવાદી અલ્તાફ લાલી ઠાર, સુરક્ષાદળોને મળી મોટી સફળતા
jammu જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોએ હાથ ધરેલા ઓપરેશનમાં ટોપ લ

jammu જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોએ હાથ ધરેલા ઓપરેશનમાં ટોપ લશ્કર ટેરરિસ્ટ અલ્તાફ લાલીને ઠાર કર્યો છે. પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં આજે વહેલી સવારે બાંદીપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ટોપ લશ્કર આતંકવાદી ઠાર થયો છે.
બે જવાન ઘાયલ
મીડિયા સૂત્રો અનુસાર, પહલગામ આતંકવાદી હુમલાના ષડયંત્રમાં ટોપ લશ્કર આતંકવાદીઓ પણ સંડોવાયેલા હતાં. તેઓએ 22 એપ્રિલના રોજ થયેલા પહલગામ હુમલામાં આતંકવાદીઓને મદદ કરી હોવાના અહેવાલોના પગલે ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધરી ટોપ લશ્કરના આતંકવાદીઓ પર કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક આતંકવાદી ઠાર થયો છે. જ્યારે બે જવાન ઘાયલ થયા છે. વધુમાં સેનાએ આ હુમલામાં સંડોવાયેલા સ્થાનિક આતંકવાદીઓના ઘર પર પણ કાર્યવાહી હાથ ધરી છે.




