મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: સંયુક્ત ટીમની મોટી કાર્યવાહી

સોર્સ: gstv

ત્રિપુરાના અગરતલા ખાતે વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એડી નગર અને એમજી બજાર વિસ્તારમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન આશરે 50 કિલો જેટલો પ્રતિબંધિત ઊંચા અવાજવાળો ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણ અને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે આ સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગેરકાયદે અને પ્રદૂષણ ફેલાવતા ફટાકડાનું વેચાણ કરનારાઓ સામે કડક કાનૂની પગલાં ભરવામાં આવશે. આ કાર્યવાહીથી ગેરકાયદે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો