મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોલકાતા ઘટના વિરોધ પ્રદર્શન હડતાળ દરમિયાન 23 લોકોના મોત, SCમાં કપિલ સિબ્બલે બંધ કવરમાં રિપોર્ટ સોંપ્યો

સુપ્રીમ કોર્ટમાં કોલકાતા કાંડની આજે સુનાવણી ચાલી રહી હતી. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિ

કોલકાતા ઘટના વિરોધ પ્રદર્શન હડતાળ દરમિયાન 23 લોકોના મોત, SCમાં કપિલ સિબ્બલે બંધ કવરમાં રિપોર્ટ સોંપ્યો

સુપ્રીમ કોર્ટમાં કોલકાતા કાંડની આજે સુનાવણી ચાલી રહી હતી. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની સાથે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. આ દરમિયાન કપિલ સિબ્બલે પશ્ચિમ બંગાળ રાજ્ય વતી સુપ્રીમ કોર્ટમાં બંધ કવરમાં હાલની પરિસ્થિતિ અંગેની વિગતો જમા કરાવી છે. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાના વિરોધમાં ડોક્ટરોની હડતાળ દરમિયાન 23 લોકોના જીવ ગયા છે.

સુપ્રીમ કોર્ટમાં આ કેસ અંગે પોતે જ સુઓમોટો કરી પ્રથમ સુનાવણી 22 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ડોકટરો, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સાથે સંબંધિત મુદ્દાઓ પર વિચારણા કરવા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરી હતી. સર્વોચ્ચ અદાલતે CISFને હોસ્પિટલોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે સીબીઆઈ તેમજ બંગાળ સરકારને 15 ઓગસ્ટના રોજ આરજી કાર હોસ્પિટલમાં વિરોધ દરમિયાન થયેલી ટોળાની હિંસા અને તોડફોડની તપાસ અંગેનો અહેવાલ રજૂ કરવા પણ કહ્યું હતું.

એક મહિનો પૂરો થતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા

કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલા તાલીમાર્થી ડૉક્ટર માટે ન્યાયની માંગ કરવામાં આવી હતી. 9 ઓગસ્ટના રોજ બનેલી આ ભયાનક ઘટનાને એક મહિનો પૂરો થવા પર હજારો લોકો અડધી રાત્રે કોલકાતામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ માનવ સાંકળ રચીને ત્રીજા 'રીક્લેમ ધ નાઈટ' વિરોધ માર્ચમાં પીડિતા માટે ન્યાયની માંગણી કરી. 

આ દરમિયાન એક પ્રદર્શનકારીએ ખાનગી ચેનલોને કહ્યું કે, “બંગાળના મુખ્યમંત્રી કોઈ કામના નથી. તેને માત્ર પોતાની ખુરશી બચાવવાની ચિંતા છે. જો અમને ન્યાય નહીં મળે તો અમે મોટા વિરોધ પ્રદર્શન કરીશું.

આ સમાચાર શેર કરો