જાણો EXIT POLLમાં કોની બનશે સરકાર અને કોને મળશે વધુ સીટો
લોકસભા ચૂંટણી 2024ના તમામ સાત તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબં

લોકસભા ચૂંટણી 2024ના તમામ સાત તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષના I.N.D.I.A. ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો છે. પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ફરી એકવાર સત્તામાં વાપસીનો વિશ્વાસ છે ત્યારે એકજૂટ થઈ ચૂકેલા વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. ને પણ આ વખતે મોદી લહેરને પડકારતાં વિજયની આશા છે.
EXIT POLL UPDATES 2024:
Republic TV - P MARQના એક્ઝિટ પોલમાં ભાજપને જંગી બહુમતીનું અનુમાન, N.D.A.ને 359, I.N.D.I.A. ને 154 બેઠકો જીતી શકે.
|
BJP+ |
INC+ |
OTH |
|
|
India News- D-Dynamics |
371 |
125 |
47 |
|
Republic Bharat- Matrize |
353-368 |
118-133 |
43-48 |
|
Republic TV - P MARQ |
359 |
154 |
30 |
|
TV 5 Telugu |
359 |
154 |
30 |
|
Jan Ki Baat |
362-392 |
141-161 |
10-2 |
|
News Nation |
342-378 |
153-169 |
21-23 |
- પુડ્ડુચેરીમાં પણ ભાજપ જીતે તેવા સંકેત
- છત્તીસગઢમાં ભાજપનો ધમાકેદાર વિજય થાય તેવી શક્યતા
- મધ્યપ્રદેશમાં ભાજપ તમામ બેઠકો પર ક્લિનસ્વીપ કરે તેવા ચાન્સ
મહારાષ્ટ્રમાં એનડીએને 45 ટકા, ઇન્ડિયા એલાયન્સને 44 ટકા અને અન્યને 11 ટકા વોટ મળવાની સંભાવના છે. એક્ઝિટ પોલના પરિણામો અનુસાર મહારાષ્ટ્રમાં નજીકની હરીફાઈ જોવા મળી શકે છે. એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી NDAને 22-26 બેઠકો અને ઈન્ડિયા એલાયન્સને 23-25 બેઠકો મળવાની સંભાવના છે.
ન્યૂઝ 24 અને ટુડેઝ ચાણક્યના પોલમાં ગુજરાતમાં ભાજપ 25માંથી 25 બેઠકો જીતી જશે. કુલ 26 બેઠકમાંથી 1 સુરતની બેઠક તે જીતી ચૂક્યો છે.
રિપબ્લિક ભારત અનુસાર ગુજરાતમાં ભાજપને 26માંથી 26 બેઠકો મળવાનો અંદાજ.
એક્ઝિટ પોલ અનુસાર બિહારમાં આ વખતે એનડીએ 29-33 બેઠકો જીતી શકે છે. જ્યારે ઈન્ડિયાના ખાતામાં ફક્ત 7-10 બેઠકો આવી શકે છે. જ્યારે અપક્ષને 0-2 બેઠક મળી શકે છે.
કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની બોલબાલા?
એક્ઝિટ પોલમાં કેન્દ્રશાસિત પ્રદેશોની 7 લોકસભા બેઠકોની વાત કરીએ તો એનડીએના ખાતામાં 2-6 સીટો જતી દેખાઈ રહી છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 1-3 સીટ મળવાની શક્યતા છે. અન્યોને 0 બેઠક મળવાના સંકેત છે.
નોર્થ ઈસ્ટના રાજ્યોમાં એનડીએનો સપાટો, ઈન્ડિયા ગઠબંધનને ઝટકો
એક્ઝિટ પોલમાં નોર્થ ઈસ્ટના રાજ્યોની 25 બેઠકોમાંથી એનડીએને 16-21 બેઠકો, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 3-7 અને અન્યને 1-2 બેઠકો મળતી દેખાઈ રહી છે.
મોટાભાગના પોલમાં એનડીએએ બાજી માર્યાનો દાવો
|
BJP+ |
INC+ |
OTH |
|
|
India News- D-Dynamics |
371 |
125 |
47 |
|
Republic Bharat- Matrize |
353-368 |
118-133 |
43-48 |
|
Republic TV - P MARQ |
359 |
154 |
30 |
|
TV 5 Telugu |
359 |
154 |
30 |
તેલંગાણામાં એનડીએ કરશે કમાલ, બીઆરએસને ઝટકો
તેલંગાણાને લગતા એક્ઝિટ પોલમાં NDAને 33 ટકા, ઇન્ડિયા એલાયન્સને 39 ટકા, BRSને 20 ટકા, AIMIMને 2 ટકા અને અન્યને 6 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે. જો આપણે સીટોની વાત કરીએ તો, એનડીએને 7-9 બેઠકો મળી રહી છે, I.N.D.I.A. ગઠબંધનને 7-9 બેઠકો મળી રહી છે અને અન્યને 0-1 બેઠકો મળી રહી છે.
કર્ણાટકની કુલ 28 બેઠકોમાંથી ભાજપને 20-22, કોંગ્રેસને 3-5 અને જેડીએસને 3 બેઠકો મળવાની સંભાવના
ગુજરાતમાં ભાજપને 23 બેઠકો મળવાનું અનુમાન, 15 વર્ષ પછી કોંગ્રેસનું ખાતું ખુલે તેવી સંભાવના, કોંગ્રેસને બે બેઠક મળે તેવું અનુમાન
આંધ્રપ્રદેશમાં એનડીએને કુલ 25 બેઠકોમાંથી 21-25 બેઠક મળવાની સંભાવના, જેમાં I.N.D.I.Aને 0 બેઠક જ્યારે YSRCPને 4 બેઠક મળવાની સંભાવના
રિપબ્લિક ભારત અનુસાર એનડીએને 353-368 બેઠક જ્યારે કોંગ્રેસને 113-118 જ્યારે અન્યને 43-48 બેઠકો મળવાની શક્યતા.
તમિલનાડુમાં શું છે સ્થિતિ?
તમિલનાડુમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને 2-4 બેઠક આવવાની સંભાવના, INDIA ગઠબંધનમાં 33-37 બેઠકો મળવાની શક્યતા. માહિતી અનુસાર તમિલનાડુમાં કુલ 39 બેઠકોમાંથી ડીએમકે 20-22, AIADMKને 2 બેઠક મળી શકે છે.
કેરળમાં ભાજપનું ખાતું ખૂલી શકે
કેરળમાં યુડીએફને 17થી 19 બેઠકો મળવાનું અનુમાન, જ્યારે એનડીએને 1 થી 3 બેઠકો મળી શકે છે. એટલે કે ભાજપનું ખાતું કેરળમાં ખુલી શકે છે.
28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 543 બેઠકો પર યોજાઈ હતી લોકસભા ચૂંટણી
આ વખતે લોકસભા ચૂંટણી 2024માં કુલ 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતના સુરતની બેઠક બિનહરિફ જાહેર થતાં અહીં ભાજપ જીતી ગયો હતો.
2019માં એક્ઝિટ પોલ શું કહેતો હતો?
2019ની લોકસભા ચૂંટણીમાં શરૂઆતથી જ ભાજપની તરફેણમાં માહોલ જોવા મળ્યું અને વિપક્ષ વેરવિખેર લાગી રહ્યું હતું. 2019માં મોટાભાગના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ અને NDA 300 થી વધુ બેઠક મેળવીને જંગી બહુમતી સાથે જીતશે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં UPA ગઠબંધનને લગભગ 100 બેઠક મળવાની ધારણા હતી. લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આવ્યા પછી, એક-બે સિવાયના મોટાભાગના એક્ઝિટ પોલની આગાહી સાચી સાબિત થઈ હતી.
|
પોલ એજન્સી |
ભાજપ+ |
કોંગ્રેસ+ |
SP-BSP+ |
અન્ય |
|
ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા |
339-365 |
77-108 |
10-16 |
59-79 |
|
ટાઈમ્સ નાઉ-VMR |
306 |
132 |
20 |
84 |
|
સી-વોટર |
287 |
128 |
40 |
87 |
|
ABP-નીલસન |
277 |
130 |
45 |
90 |
|
ન્યૂઝ 24-ચાણક્ય |
350 |
95 |
-- |
97 |
2019 ની લોકસભા ચૂંટણીમાં શું પરિણામ આવ્યા હતા
લોકસભા ચૂંટણી 2019માં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ સતત બીજી વખત પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવ્યું હતું. ભાજપને 303 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 52, DMK અને TMC 24-24, YSRCP 22, શિવસેનાને 18, JDU 16, BJD 12, BSP 10, TRS (હવે BRS) 10, LJP 6, SP અને NCP 5-5 તથા અન્યને 39 બેઠકો મળી હતી.








