સરકારી કર્મચારીઓના DAમાં ૨૦ ટકાનો વધારો, મહિલાઓ માટે પિંક કાર્ડ, બંગાળમાં ભાજપ સરકારનું જાણો પહેલું બજેટ

પશ્ચિમ બંગાળમાં સુભેન્દુ અધિકારીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે પોતાનું પ્રથમ બજેટ રજૂ કરી દીધું છે. પોતાના આ પહેલા બજેટમાં સરકારે દરેક વર્ગને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. સરકારે DA (મોંઘવારી ભથ્થું) માં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ નિવૃત્ત પત્રકારોને રૂપિયા 50000 પેન્શન આપવામાં આવશે. બજેટમાં તે લોકોને વિશેષ ભથ્થું પણ આપવામાં આવશે જેમને ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને એકસાથે રૂપિયા 21 હજાર આપવામાં આવશે. તેમજ 'પિંક કાર્ડ' પણ શરૂ કરવામાં આવશે.
Aમાં 20% વધારો અને મહિલાઓ માટે નોકરીઓમાં 30% અનામતની જાહેરાત
નાણામંત્રી સ્વપન દાસગુપ્તાએ પોતાના પ્રથમ બજેટમાં સરકારી નોકરીઓમાં મોટા પાયે ભરતી કરવાની વાત કહી છે. રાજ્યના અલગ-અલગ સરકારી વિભાગોમાં 1 લાખ ખાલી પદો ભરવાની જાહેરાત કરવામાં આવી છે, નોકરીમાં 30 ટકા પદો મહિલાઓ માટે અનામત રહેશે. અર્થાત 30 હજાર મહિલાઓ માટે સરકારી નોકરીના દરવાજા ખુલ્યા છે.

