Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Kiwi cricket era ends: Kane Williamson's emotional retirement from international cricket!

VIDEO:કીવી ક્રિકેટના મહાન યુગનો અંત: કેન વિલિયમસનનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ભાવુક સંન્યાસ!

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ન્યુઝીલેન્ડ ક્રિકેટના એક યુગનો અંત આવ્યો. કેન વિલિયમસને ક્રિકેટમાંથી લીધો સંન્યાસ. વિશ્વ ક્રિકેટમાં સમ્માનિત અને સફળ ક્રિકેટરની ઓળખ રહેલા દિગ્ગજ બેટ્સમેને તત્કાળ પ્રભાવથી સંન્યાસનું એલાન કરીને ક્રિકેટ જગતને ભાવુક કરી દીધું. 35 વર્ષિય કેન વિલિયમસને પોતાના કરિયરમાં ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધારે રન બનાવ્યા હતા. 378 આંતરરાષ્ટ્રીય મેચમાં 19,346 રન બનાવ્યા જેમાં 48 સદીનો સમાવેશ થાય છે. આ આંકડા જ બતાવે છે કે કેન વિલિયમસન ફક્ત ન્યુઝીલેન્ડ જ નહીં પણ પોતાના સમયનો સૌથી શ્રેષ્ઠ બેટ્સમેનમાનો એક છે. કેન વિલિયમસને કેપ્ટન તરીકે ન્યુઝીલેન્ડને 2019ના વન-ડે વિશ્વકપમાં ફાઈનલ સુધી પહોંચાડ્યું હતું અને 2021માં ભારતને હરાવીને આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી હતી. કેન વિલિયમસન 2015માં આઈસીસી ક્રિકેટર ઑફ ધ ઈયર અને 2019માં આઈસીસી ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ ઈયર તરીકે સમ્માનિત થયા હતા.

App Store
ટોપિક્સ:gstvgstv newskane williamson