ખડગેના પુત્રએ આરએસએસના વખાણ કર્યા !, કોંગ્રેસમાં અટકળો શરૂ

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયાંક ખડગેએ એકાએક આરએસએસના વખાણ કર્યા છે. થોડા દિવસો પહેલા સુધી પ્રિયાંક ખડગે આરએસએસના મોટા ટીકાકાર હોવાથી પ્રિયાંક ખડગેના નિવેદનને કારણે ઘણાને આશ્ચર્ય થયું છે.
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના લોકો સારા હોય છે
પ્રિયાંક ખડગેએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના લોકો સારા હોય છે. કર્ણાટકમાં મોરચા કાઢવા માટે જરૂરી તમામ માહિતી સંગઠને આપી દીધી છે.સરકારને પહેલા જાણકારી નહોતી કે માર્ચનું આયોજન કોણ કરી રહ્યું છે, પરંતુ આરએસએસએ હવે પોતાની શાખાઓમાં સામેલ લોકોના નામ સહિત તમામ માહિતી સત્તાધીશોને આપી છે.મીડિયાએ મને ડરાવી દીધો હતો કે, આરએસએસ મંજૂરી નહીં માગે અને જાણકારી પણ નહીં આપે. કોઈક જગ્યાએ એમને મંજૂરી નથી આપવામાં આવી તો પણ આરએસએસએ સહકાર આપ્યો છે.
જાહેરાત






