Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Kerala news: Police complaint registered against 27 RSS workers for making 'Operation Sindoor' rangoli

Kerala news:'ઑપરેશન સિંદૂર'વાળી રંગોળી બનાવતા RSSના 27 કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Kerala news:'ઑપરેશન સિંદૂર'વાળી રંગોળી બનાવતા RSSના 27 કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
સોર્સ : X

Kerala news: ઓણમ ઉત્સવ દરમિયાન કેરળના કોલ્લમ જિલ્લાના એક મંદિરમાં ફૂલોની રંગોળી બનાવવાના આરોપમાં 27 RSS સ્વયંસેવકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે શનિવારે પોલીસે માહિતી આપી હતી. મંદિર સમિતિ દ્વારા કેરળ હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાનું કહી, આ સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, ભાજપે પોલીસ કાર્યવાહીની નિંદા કરી હતી અને દાવો કર્યો હતો કે, મુથુપ્પીલકડના પાર્થસારથી મંદિરમાં બનાવેલી રંગોળી 'ઓપરેશન સિંદૂર'ના સન્માનમાં બનાવવામાં આવી હતી.

App Store

ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ 
મંદિર સમિતિના એક અધિકારી અશોકન સી. દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 223 (લોક સેવકો દ્વારા કાયદેસર રીતે જાહેર કરાયેલા આદેશોનું ઉલ્લંઘન), 192 (હુલ્લડો કરવાના ઈરાદાથી જાણી જોઈને ઉશ્કેરણી કરવાની કાર્યવાહી) અને 3(5) (ઘણા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ ગુનાહિત કૃત્ય) હેઠળ કેસ નોંધ્યો છે.

RSSના ધ્વજના ચિત્રવાળી ફૂલોની રંગોળી બનાવી હતી
FIR અનુસાર આરોપીઓએ મંદિરના મુખ્ય માર્ગ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ધ્વજના ચિત્રવાળી ફૂલોની રંગોળી બનાવી હતી, જે હાઈકોર્ટનાએ આદેશનું ઉલ્લંઘન કર્યું હતું, જેમાં સમિતિની મંજૂરી વગર મંદિર પરિસરમાં 'ફ્લેક્સ બોર્ડ' સહિત કોઈપણ પ્રકારની સજાવટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મંદિરથી 50 મીટર દૂર છત્રપતિ શિવાજીનું 'ફ્લેક્સ બોર્ડ' પણ લગાવવામાં આવ્યું હતું. 

 'મંદિર પરિસરની નજીક ધ્વજ સહિત કોઈપણ સુશોભન પર પ્રતિબંધ'
મંદિર સમિતિના સભ્ય મોહનને મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 'તહેવારો દરમિયાન મંદિરની નજીક ધ્વજ લગાવવાને લઈને ભૂતકાળમાં ઘણી વખત ઘર્ષણ થયું છે. આ પ્રકારના ઘર્ષણ ટાળવા માટે અમે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં 2023માં મંદિર પરિસરની નજીક ધ્વજ સહિત કોઈપણ સુશોભન વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં, RSSના સ્વયંસેવકોએ મંદિર સમિતિની ફૂલોની ડિઝાઇનની બાજુમાં તેમના ધ્વજ સાથે ફૂલોની રંગોળી બનાવી અને ફૂલોથી 'ઓપરેશન સિંદૂર' લખ્યું હતું.'

'હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું છે'

અધિકારીએ કહ્યું કે, 'આ હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું છે અને તેનાથી સંઘર્ષ વધી શકે છે, જેથી અમે ફરિયાદ નોંધાવી છે. અમે ઓપરેશન સિંદૂરનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ, પરંતુ આરોપીઓ જે ચિત્રણ કરી રહ્યા છે તે એવું નથી.'

આ ઘટના 'આઘાતજનક' છે: ભાજપ 
ભાજપે એક નિવેદનમાં પોલીસ પર નિશાન સાધતાં કહ્યું કે, આ ઘટના 'આઘાતજનક' છે. ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે પ્રશ્ન કર્યો કે કેરળમાં જમાત-એ-ઈસ્લામીનું પાકિસ્તાનનું શાસન છે.