VIDEO: શામળાજીના મેશ્વો ડેમમાંથી પાણી છોડાતા નદીનો કોઝ-વે છલકાયો
સોર્સ : GSTV
VIDEO: અરવલ્લી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે મેશ્વો ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ છે. જેથી તંત્રએ મેશ્વો ડેમમાંથી નદીમાં પાણી છોડયું હતું. મેશ્વો ડેમમાંથી પાણી છોડાયા બાદ નદીના પાણી કોઝ-વે પરથી વહી રહ્યા છે. આ કોઝ-વે પરથી દરરોજ સિવિલના દર્દી, કૉલેજના વિદ્યાર્થીઓ, રાહદારીઓ પસાર થતા હોય છે.
આ કોઝ-વે પરથી મેશ્વો ડેમ તરફના 30 ગામના લોકોનો રસ્તો પસાર થાય છે.નદીના પાણી કોઝ-વે પર આવી જતા લોકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. જેથી તંત્ર શામળાજી કોઝ-વે બંધ કરે એ જરૂરી છે. કારણ કે, ગમે ત્યારે આ કોઝવે આખો પાણીમાં ગરકાવ થઈ શકે છે. તેમજ લોકોને પાણીથી ખતરો રહેલો છે.

