મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સ્વાતિ માલીવાલ સાથે જોડાયેલા સવાલ પર કેજરીવાલે સાધ્યુ મૌન, તો સંજય સિંહે મણિપુર અને રેવન્નાનો ઉઠાવ્યો મુદ્દો

ગુરુવારે સવારે યુપીની રાજધાની લખનૌમાં સપા-આપની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં AA

સ્વાતિ માલીવાલ સાથે જોડાયેલા સવાલ પર કેજરીવાલે સાધ્યુ મૌન, તો સંજય સિંહે મણિપુર અને રેવન્નાનો ઉઠાવ્યો મુદ્દો

ગુરુવારે સવારે યુપીની રાજધાની લખનૌમાં સપા-આપની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને SP ચીફ અખિલેશ યાદવે વાત કરી અને લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકની જીતનો દાવો કર્યો. જો કે, જ્યારે રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલને લઈ પુછવામાં આવતા સવાલ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સંપૂર્ણપણે મૌન રહ્યા. તેમણે કશું કહ્યું નહીં.

આ દરમિયાન AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે માઈક હાથમાં લીધું અને ભાજપ પર જ નકારાત્મક સવાલો ઉઠાવ્યા. મણિપુરથી કર્ણાટક સુધી સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્ના મામલે સંજય સિંહે ભાજપ પાસે જવાબ માંગ્યો છે.

સંજય સિંહે કહ્યું કે, આમ આદમી પાર્ટી અમારો પરિવાર છે. પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે. અમે દેશમાં જે પણ મુદ્દા ઉઠાવ્યા છે તેના પર PM અને ભાજપે જવાબ આપવો જોઈએ. સંજયે કહ્યું, સ્વાતિ માલીવાલના મુદ્દે ભાજપે જવાબ આપવો જોઈએ. સ્વાતિ જ્યારે કુસ્તીબાજોને મળવા જંતર-મંતર ગયા ત્યારે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. ભાજપે આનો જવાબ આપવો જોઈએ. સ્વાતિ માલીવાલના મુદ્દે સંજય સિંહે કહ્યું કે, આ મામલે રાજકીય રમત ન રમવી જોઈએ. મણિપુર મુદ્દે ભાજપે જવાબ આપવો જોઈએ.

સંજય સિંહે કહ્યું કે મણિપુરમાં જે થયું તે જોઈને આખો દેશ દુઃખી છે. પરંતુ પીએમ મોદીએ આ મુદ્દે મૌન સેવ્યું હતું. પ્રજ્વલ રેવન્નાએ હજારો મહિલાઓ પર બળાત્કાર કર્યો, પરંતુ પીએમ મોદી પ્રજ્વલ રેવન્ના માટે વોટ માંગી રહ્યા હતા. જ્યારે અમારા કુસ્તીબાજો જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા હતા ત્યારે તત્કાલીન DCW ચીફ સ્વાતિ માલીવાલને પોલીસે માર માર્યો હતો. પીએમ મોદી આ મુદ્દાઓ પર મૌન રહ્યા. AAP અમારો પરિવાર છે અને અમે સ્પષ્ટ નિવેદન આપ્યું છે. મારા દ્વારા ઉલ્લેખિત આ તમામ મુદ્દાઓ પર ભાજપ અને પીએમ મોદીએ જવાબ આપવો જોઈએ. સ્વાતિ માલીવાલના મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ.

આ સમાચાર શેર કરો