મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોર્ટે કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી, 19 જૂન સુધી જેલમાં રહેવું પડશે

દિલ્હી લિકર પોલિસી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. કોર

કોર્ટે કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી, 19 જૂન સુધી જેલમાં રહેવું પડશે

દિલ્હી લિકર પોલિસી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે.  કોર્ટે કેજરીવાલની સ્વાસ્થ્યના કારણોસર દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. સ્વાસ્થ્યને ટાંકીને કેજરીવાલે તપાસ માટે સાત દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા.

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ વચગાળાના જામીનનો વિરોધ કરતી વખતે કહ્યું કે, કેજરીવાલ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ઈડીનો આરોપ છે કે સતત પ્રચાર કરી રહેલા કેજરીવાલની તબિયત ત્યારે બગડે છે જ્યારે  આત્મસમર્પણ કરવાનો સમય આવ્યો. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો.

કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ વધારી દેવાઈ

બુધવારે કેજરીવાલ તેમની અરજી પર ચુકાદો સાંભળવા માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. ચુકાદો આપતાં રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ વધારી દીધી છે એટલે કે હવે કેજરીવાલને 19 જૂન સુધી જેલમાં રહેવું પડશે. કોર્ટે સંબંધિત અધિકારીઓને જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. 

2 જૂને કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું

નોંધનીય છે કે કેજરીવાલને 55 દિવસ બાદ 10 મેના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. આ પછી તે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. પરંતુ વચગાળાના જામીન પૂર્ણ થયા બાદ તે તિહાર જેલમાં ગયો અને 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું. 

આ સમાચાર શેર કરો