‘બીફ ખાય છે કંગના રનૌત, છતાંય ભાજપે આપી ટિકિટ’, કોંગ્રેસ નેતાના આરોપ: ભાજપે આપ્યો વળતો જવાબ
ભાજપે મંડી બેઠક પર લોકસભા ચૂંટણી 2024 માટે બો

ભાજપે મંડી બેઠક પર લોકસભા ચૂંટણી 2024 માટે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારથી કંગનાના નામની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી તેના સંબંધિત અપડેટ્સ સોશિયલ મીડિયા પર જોરદાર હેડલાઇન્સ બની રહ્યા છે. સૌથી પહેલા કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતનું કંગના પર વાંધાજનક નિવેદન સામે આવ્યું હતું. ત્યારબાદ થોડા દિવસો બાદ કંગનાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આરોપ લગાવ્યો છે કે કંગના રનૌત બીફ ખાય છે, છતાં ભાજપે તેને ટિકિટ આપી. આ આરોપો પર ભાજપે વળતો જવાબ આપ્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે આરોપ લગાવ્યો છે કે હિમાચલ પ્રદેશની મંડી સીટથી ભાજપના લોકસભા ઉમેદવાર અને બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે તાજેતરમાં કહ્યું હતું કે, ‘તે બીફ ખાય છે’. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભાજપે રનૌતને ટિકિટ આપી, જેમણે X પર લખ્યું હતું કે તેને બીફ પસંદ છે અને ખાય પણ છે.
ભાજપનો પલટવાર
કોંગ્રેસના નેતાના આરોપો પર, ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તે કોંગ્રેસની “ગંદી સંસ્કૃતિ” દર્શાવે છે. તે અમારી સાથે મુદ્દાઓ પર લડી શકતા નથી. આ પાર્ટીની પરાજિત માનસિકતા દર્શાવે છે.






