જેલમાં બંધ પૂર્વ CM સોરેનની પત્ની આ બેઠક પરથી લડશે ચૂંટણી
લોકસભા ચૂંટણીની સાથે દેશમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. ઝારખંડની ગાંડેય વિધાનસભા બેઠક પર પણ પ

લોકસભા ચૂંટણીની સાથે દેશમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. ઝારખંડની ગાંડેય વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ગુરૂવારે ઝારખંડ મુક્તિ મોરચા (JMM)એ આ બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી છે. જેએમએમએ પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્નીને ગાંડેય વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે.
તાજેતરમાં જ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી. સોરેનની ધરપકડ બાદ ઝારખંડના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. સોરેનની ધરપકડ બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે કલ્પના સોરેન રાજ્યના મુખ્યમંત્રી બનશે. જોકે, જેએમએમએ હેમંત સોરેનના નજીકના ચંપાઈ સોરેનને સીએમ બનાવ્યા હતા. સોરેનની ધરપકડ બાદ કલ્પના સોરેન રાજ્યના રાજકારણમાં સક્રિય થયા હતા. હવે પાર્ટીએ તેને ગાંડેય વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.
ઝારખંડમાં જેએમએમ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે. સીટ શેરિંગમાં જમશેદપુર લોકસભા બેઠક જેએમએમના હિસ્સામાં આવી છે. ગાંડેય વિધાનસભા સીટ પર પેટાચૂંટણીની સાથે જેએમએમએ જમશેદપુર લોકસભા સીટ પરથી ઉમેદવારની પણ જાહેરાત કરી છે. JMMએ જમશેદપુરથી સીમર મોહંતીને મેદાનમાં ઉતાર્યા છે. અહીં તેમનો મુકાબલો ભારતીય જનતા પાર્ટીના વિદ્યુત બરન મહેતા સાથે થશે.






