મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભામાં બહુમત મેળવ્યો, આજે મંત્રી મંડળનો થશે વિસ્તાર

ઝારખંડમાં કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એવામાં ચૂંટણી પહેલા મળેલા જામીનને કારણે JMM નેતા હેમ

ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભામાં બહુમત મેળવ્યો, આજે મંત્રી મંડળનો થશે વિસ્તાર

ઝારખંડમાં કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એવામાં ચૂંટણી પહેલા મળેલા જામીનને કારણે JMM નેતા હેમંત સોરેને ફરી એક વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ઝારખંડના મુખ્યમંત્રીએ વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને ફ્લોર ટેસ્ટમાં બહુમત પણ મેળવી લીધો છે. સરકારના પક્ષમાં 45 મત પડ્યા હતા. ખાસ વાત આ છે કે સોરેન સરકારનો કેબિનેટ વિસ્તાર પણ થશે. સાડા ત્રણ વાગ્યે હેમંત સોરેન સરકારના મંત્રીઓને રાજભવનમાં શપથ લેવડાવવામાં આવશે.

હેમંત સોરેન સરકારના મંત્રી મંડળનો થશે વિસ્તાર

ઝારખંડમાં હેમંત સોરેનના શપથ બાદથી જ સંભવિત મંત્રીઓના નામ ચાલી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને કારણે સોરેન સરકારમાં કેટલાક નવા ચહેરાઓને પણ જગ્યા મળી શકે છે. 

ગઠબંધન સરકારમાં JMMના સૌથી વધુ મંત્રી

ઝારખંડ સરકારમાં JMM-કોંગ્રેસ અને RJD ગઠબંધનની સરકાર છે. માનવામાં આવે છે કે JMMના 6, કોંગ્રેસના 4 અને RJDમાંથી એક નેતાને મંત્રી બનાવવામાં આવી શકે છે. 

આ ધારાસભ્ય બની શકે છે મંત્રી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, JMM કોટામાંથી બેબી દેવી, હફિઝુલ હસન, દીપક બિરૂવા, મિથિલેશ ઠાકુર, બસંત સોરેન અને બૈજનાથ રામનું નામ મંત્રી બનવાની રેસમાં આગળ છે. આટલું જ નહીં, કોંગ્રેસ કોટામાંથી મંત્રી ધારાસભ્ય બન્ના ગુપ્તા, રામેશ્વર ઉરાંવ, બાદલ પત્રલેખ, ઇરફાન અંસારી, દીપિકા પાંડેય સિંહ, રામચંદ્ર સિંહ ચેરો હેમંત સોરેન કેબિનેટમાં સામેલ થઇ શકે છે. RJDમાંથી સત્યાનંદ ભોક્તાનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો