Video: ૨૦૨૭ની ચૂંટણી માટે ‘જન-મન મેનિફેસ્ટો’ થશે રજૂ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૭ની તૈયારીઓના ભાગરૂપે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ લખનઉ ખાતે પાર્ટીનો જન-મન મેનિફેસ્ટો એટલે કે પીડીએ સંકલ્પ પત્ર જાહેર કરશે. આ ચૂંટણી ઢંઢેરામાં પછાત વર્ગ, દલિત અને લઘુમતી સમુદાયના ઉત્થાન તેમજ સામાજિક ન્યાય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. અખિલેશ યાદવના જણાવ્યા અનુસાર, આ સંકલ્પ પત્ર રાજ્યની જનતાની અપેક્ષાઓ, રોજગારી, ખેડૂતોના કલ્યાણ અને શિક્ષણ જેવા પાયાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. આ જાહેરાત સાથે જ સમાજવાદી પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાનને વધુ વેગવંતુ બનાવવા જઈ રહી છે.
જાહેરાત












