મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ કાશ્મીર: પૂંચ જિલ્લાના સુરનકોટ જંગલ વિસ્તારમાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર

જમ્મુ કાશ્મીર: પૂંચ જિલ્લાના સુરનકોટ જંગલ વિસ્તારમાં પું

જમ્મુ કાશ્મીર: પૂંચ જિલ્લાના સુરનકોટ જંગલ વિસ્તારમાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર

જમ્મુ કાશ્મીર: પૂંચ જિલ્લાના સુરનકોટ જંગલ વિસ્તારમાં પુંછ પોલીસની SOG અને છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને વધારાના સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણની માહિતી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પુંછ વિસ્તારમાં બે આતંકવાદીઓની હાજરીના અહેવાલ બાદ વિસ્તારમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી હતી, જેના પર આતંકીઓએ સુરક્ષા દળની ટીમ પર ગોળીબાર કર્યો હતો.

સૂત્રોનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની એક ટીમ પર ગાઢ જંગલ વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ પછી સુરક્ષા દળોએ આતંકવાદીઓને શોધવા માટે તેમનું ઓપરેશન તેજ કરી દીધું છે. 9 જૂન પછી જમ્મુ ક્ષેત્રમાં આ છઠ્ઠી આતંકવાદી ઘટના છે.

આ સમાચાર શેર કરો