Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Jammu and Kashmir Rajya Sabha election results declared, BJP wins one seat

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર, ભાજપે એક બેઠક જીતી

Timeછેલ્લું અપડેટ : 24 Oct 2025
લાઇવ ટીવીGoogle News
જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર, ભાજપે એક બેઠક જીતી
સોર્સ : GSTV

જમ્મુ અને કાશ્મીરની રાજ્યસભા સીટ પર થયેલ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ચાર બેઠકોમાંથી ત્રણ પર નેશનલ કોન્ફ્રેંસને વિજય મળ્યો અને એક સીટ ભાજપના ફાળે ગઈ છે. ભાજપના સતપાલ શર્મા જીત્યા છે. નેશનલ કોન્ફ્રેંસના ચૌધરી મોહમ્મદ રમઝાન, જી.એસ. ઓબેરોય ઉર્ફે શમ્મી ઓબેરોય અને સજ્જાદ કિચલૂએ જીત નોંધાવી છે. સજ્જાદને 57 મત મળ્યા. ચૌધરી મોહમ્મદ રમઝાનનો સીધો મુકાબલો ભાજપના અલી મોહમ્મદ મીર સાથે હતો. સજ્જાદ કિચલૂનો મુકાબલો ભાજપના રાકેશ મહાજન સાથે હતો. શમ્મી ઓબેરોય જમ્મુ અને કાશ્મીરથી રાજ્યસભામાં જનારા પહેલા શીખ નેતા બનશે. રાજ્યસભાની ચૂંટણીમાં ચાર ક્રોસ વોટિંગ થયા હતા.

App Store

કલમ 370 નાબૂદ કર્યા પછી પ્રથમ રાજ્યસભા ચૂંટણી

5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 નાબૂદ કર્યા પછી અને જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાંથી આ પ્રથમ રાજ્યસભા ચૂંટણી છે. જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યસભાની ચૂંટણીઓને ત્રણ સૂચનાઓમાં વહેંચવામાં આવી છે. ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીરમાં ચાર રાજ્યસભા બેઠકો માટે ત્રણ સૂચનાઓ જારી કરી હતી. આમાંથી બે બેઠકો માટે ચૂંટણી અલગ-અલગથી યોજાઈ હતી, જ્યારે અન્ય બે બેઠકો માટે ચૂંટણી એક જ સૂચના હેઠળ યોજાઈ હતી.

વિધાનસભામાં કુલ 88 ધારાસભ્યો

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કુલ 88 ધારાસભ્યો છે, જેમાંથી કોન્ફ્રેંસ અને પીડીપીના નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધન પાસે કુલ 57 ધારાસભ્યો છે. ભાજપ પાસે 28 ધારાસભ્યો છે.