મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જયપુરઃ બાળકોથી ભરેલી સ્કૂલ બસ નિર્માણાધીન પુલ સાથે ટકરાઈ, ટીચરનું મોત, 15 બાળકો ઈજાગ્રસ્ત

જયપુરમાં શુક્રવારે સવારે એક સ્કૂલ બસનો મોટો અકસ્માત થયો હતો. બસમાં લગભગ 30 વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા.

જયપુરઃ બાળકોથી ભરેલી સ્કૂલ બસ નિર્માણાધીન પુલ સાથે ટકરાઈ, ટીચરનું મોત, 15 બાળકો ઈજાગ્રસ્ત

જયપુરમાં શુક્રવારે સવારે એક સ્કૂલ બસનો મોટો અકસ્માત થયો હતો. બસમાં લગભગ 30 વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. બસ ખૂબ જ ઝડપે કાબૂ ગુમાવી નિર્માણાધીન પૂલ સાથે અથડાઈ હતી. આ અકસ્માત જયપુરના ચોમુમાં થયો હતો.

આ અકસ્માતમાં 15 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જેમાંથી કેટલાક બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. અકસ્માતમાં બસ ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થયો છે. મળતી માહિતી પ્રમાણે એક ટીચરનું મોત થયું છે.

આ ઘટના ચોમુમાં NH 52 પર ભોજલાવા કટ પાસે બની હતી, જ્યાં બસે અચાનક કાબૂ ગુમાવી દીધો હતો અને નિર્માણાધીન પૂલમાં ઘૂસી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ ચોમુ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

આ પણ વાંચોઃ  LIVE: આવતીકાલે સવારે 10 વાગ્યે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર થશે, PM મોદી, સોનિયા, રાહુલ અને પ્રિયંકાએ


પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે સ્કૂલ બસ નિયમોનું ઉલ્લંઘન કરીને સ્પીડમાં ચાલી રહી હતી. આ ઉપરાંત વાહનવ્યવહાર વિભાગની બેદરકારીને કારણે શહેરમાં અનેક સ્કૂલ બસો પરમીટ અને ઈન્સ્યોરન્સ વગર રસ્તાઓ પર દોડી રહી હોવાનું પણ સામે આવ્યું છે, જેથી સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો