મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, CISFએ સર્ચ ઓપરેશન કર્યું શરૂ

રાજસ્થાનની રાજધાની જયપુરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. એરપોર્ટ પ્રશાસનને આ

જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, CISFએ સર્ચ ઓપરેશન કર્યું શરૂ

રાજસ્થાનની રાજધાની જયપુરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. એરપોર્ટ પ્રશાસનને આ અંગે ધમકીભર્યો મેલ મળ્યો છે. આ ધમકી બાદ હવે એરપોર્ટ પ્રશાસનની સાથે રાજસ્થાન પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. CISFની ટીમે આખા એરપોર્ટની શોધખોળ શરૂ કરી દીધી છે. ધમકીભર્યો મેલ મળ્યા બાદ હવે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના કમાન્ડો પણ જયપુર એરપોર્ટ પહોંચી ગયા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો પણ સર્ચ ઓપરેશન માટે જયપુર એરપોર્ટ પહોંચી ગઈ છે. સાવચેતીના પગલા તરીકે SDRFના જવાનો અને ફાયર એન્જિનને પણ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે. જયપુર પોલીસના પૂર્વ જિલ્લાના પોલીસ અધિકારીઓ અને જવાનો પણ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

અગાઉ પણ ધમકીઓ મળી છે

જયપુર એરપોર્ટ પહેલા પણ બોમ્બની ધમકી મળી ચૂકી છે. આ પહેલા 3 મેના રોજ પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. માહિતી અનુસાર, અગાઉ 27 ડિસેમ્બર 2023, 16 ફેબ્રુઆરી 2024, 26 એપ્રિલ 2024 અને 29 એપ્રિલ 2024ના રોજ આવા જ ધમકીભર્યા ઈ-મેલ મોકલવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે 3 મેના રોજ જયપુર એરપોર્ટ પર ધમકી આપનાર વ્યક્તિની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી આંધ્રપ્રદેશનો રહેવાસી હતો. આ વ્યક્તિએ ઈ-મેલ દ્વારા જેરપુર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી. પૂછપરછ દરમિયાન તેને કહ્યું કે તેણે સુરક્ષા દળોને પરેશાન કરવા માટે આવું કર્યું હતું.

આ સમાચાર શેર કરો