જય નારાયણ પટનાયક પુરીથી કોંગ્રેસના નવા ઉમેદવાર, સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવાનો કર્યો હતો ઇન્કાર
કોંગ્રેસે જય નારાયણ પટનાયકને પુરીથી નવા ઉમેદવાર બનાવ્યા છે. સુચરિતા મોહંતીએ આજે કોંગ્રેસને ટિ

કોંગ્રેસે જય નારાયણ પટનાયકને પુરીથી નવા ઉમેદવાર બનાવ્યા છે. સુચરિતા મોહંતીએ આજે કોંગ્રેસને ટિકિટ પરત કરી ચૂંટણી લડવાની ના પડી હતી.
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં સુચારિતાએ કહ્યું, પુરી સંસદીય વિસ્તારમાં કેમ્પેઇન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ફંડ આપવાનો ઇનકાર કર્યો છે. જ્યારે મે ઓરિસ્સા કોંગ્રેસના પ્રભારી ડૉ. અજોય કુમારને જણાવ્યું તો તેમને સ્પષ્ટ કહ્યું કે તમે ખુદ તેની વ્યવસ્થા કરો.
સુચારિતાએ કહ્યું, હું પ્રોફેશનલ જર્નાલિસ્ટ હતી. 10 વર્ષ પહેલા મે ચૂંટણી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.પ્રગતિશીલ રાજકારણ માટે પબ્લિક ડોનેશન ડ્રાઇવ પણ ચલાવી પરંતુ કોઇ ખાસ સફળતા મળી નહતી.
હું પૈસા ભેગા ના કરી શકી- કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર
કોંગ્રેસના ઉમેદવાર સુચારિતાએ કહ્યું કે હું પોતાના દમ પર પૈસા ભેગા કરી શકી નહતી, માટે મે તમામ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વના તમામ દરવાજા ખખડાવ્યા અને પુરી સંસદીય બેઠક પર ચૂંટણી કેમ્પેઇન માટે જરૂરી ફંડ આપવાનો આગ્રહ કર્યો હતો પણ મને કોઇ સહયોગ મળ્યો નહતો. સુચારિતાએ કહ્યું કે આ સ્પષ્ટ છે કે માત્ર ફંડની કમી અમને પુરીમાં વિજયી અભિયાનથી રોકી રહી છે.






