Video: યુવા આંદોલનને બદનામ કરવા પેઇડ કેમ્પેઇન? CJP નેતાએ કેન્દ્રીય મંત્રીને લીધા આડે હાથ!

સોર્સ: gstv

ભારતવિરોધી એનજીઓ (NGOs) દ્વારા દેશમાં વિવિધ ગતિવિધિઓ માટે ફંડિંગ પૂરું પાડવામાં આવી રહ્યું હોવાના કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહના આક્ષેપો સામે સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP)ના નેતા સૌરવ દાસે આકરો પલટવાર કર્યો છે. તેમણે મંત્રીના આ તમામ દાવાઓને સદંતર પાયાવિહોણા ગણાવ્યા છે અને સરકાર પાસે આ બાબતના પુરાવા જાહેર કરવાની માગ કરી છે.

સૌરવ દાસે જણાવ્યું હતું કે, "આ તમામ આરોપો તદ્દન પાયાવિહોણા છે. પુરાવાનો સવાલ અમે પહેલા જ દિવસથી ઉઠાવી રહ્યા છીએ—6 જૂને થયેલા પ્રથમ વિરોધ પ્રદર્શન પહેલાંથી જ અમે આ વાત કહી રહ્યા છીએ. આ આંદોલન અને યુવા નેતૃત્વ હેઠળની લડત શરૂ થઈ તે પહેલાંથી જ તેની વિરુદ્ધ નકારાત્મક ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. અમે 3 જૂને પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ત્યારથી આજ દિન સુધી સતત પૂછી રહ્યા છીએ કે તમારા આ કહેવાતા આરોપોનો આધાર શું છે?"

જાહેરાત

‘પેઇડ કેમ્પેઇનનું જૂઠ હવે વરિષ્ઠ મંત્રી બોલી રહ્યા છે’

સરકાર પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું કે, "આ વાતને ચારથી પાંચ મહિના વીતી ચૂક્યા છે, છતાં અત્યાર સુધી કોઈ પુરાવો કે સ્પષ્ટતા આપવામાં આવી નથી. જે જુઠ્ઠાણું અત્યાર સુધી કટ્ટરપંથી નેટવર્ક્સ અને જૂથો ફેલાવી રહ્યા હતા—જેમનું કામ માત્ર એક વિશ્વસનીય આંદોલનને બદનામ કરવા પેઇડ કેમ્પેઇન ચલાવવાનું હતું—તે જ જૂઠ હવે સરકારના એક વરિષ્ઠ મંત્રી દ્વારા જાહેરમાં દોહરાવવામાં આવી રહ્યું છે, જે અત્યંત શરમજનક બાબત છે."

આ સમાચાર શેર કરો

જાહેરાત