કોંગ્રેસના નેતાઓએ જ વડાપ્રધાન મોદી વિરુદ્ધની તપાસ અટકાવી દીધી હતી' – વીરપ્પા મોઈલીનો મોટો દાવો

કોંગ્રેસના નેતાઓએ જ વડાપ્રધાન મોદી વિરુદ્ધની તપાસ અટકાવી દીધી હતી' – વીરપ્પા મોઈલીનો મોટો દાવો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન મોદી સામેની તપાસ અંગે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના શાસનકાળમાં પક્ષના જ નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચાલી રહેલી તપાસ અટકી જાય તે સુનિશ્ચિત કર્યું હતું. પક્ષ અત્યારે તે જ નિર્ણયનું પરિણામ ભોગવી રહ્યો છે.

૧૭ નવેમ્બરે બેંગલુરુમાં બોલતા વીરપ્પા મોઈલીએ કહ્યું, "હું કાયદા મંત્રી હતો. અમિત શાહને ગુજરાતમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા; તેમના કેસની સુનાવણી અન્ય રાજ્યમાં થવાની હતી. જેલમાં મોકલવામાં આવનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. તે પછી મોદીનો વારો આવવાનો હતો અને તેમને પણ રાજ્યમાંથી તડીપાર કરવામાં આવ્યા હોત."

આ સમાચાર શેર કરો

જાહેરાત