મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શું અલ્લુ અર્જૂનની ધરપકડ પાછળ મોટો પ્લાન!, CM રેડ્ડીનો અસલી ટાર્ગેટ બીજો કોઈઃ સૂત્ર

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ચિક્કડપલ્લી પોલીસે ધરપકડ કર્યા બાદ કોર્ટે 14 દિવસની

શું અલ્લુ અર્જૂનની ધરપકડ પાછળ મોટો પ્લાન!, CM રેડ્ડીનો અસલી ટાર્ગેટ બીજો કોઈઃ સૂત્ર

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ચિક્કડપલ્લી પોલીસે ધરપકડ કર્યા બાદ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં પુષ્પા-2 ફિલ્મના સ્ક્રિનિંગ વખતે થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થતાં કેસ નોંધાયો હતો. કેટલાક લોકો અલ્લુ અર્જુનની ધરપકડને રાજકીય નાટક ગણી રહ્યા છે. અલ્લુ અર્જુનને એક મહોંરૂ બનાવવામાં આવ્યું હોવાના અહેવાલો પણ મળ્યા છે. 

આ પણ વાંચોઃ VIDEO: અલ્લુ અર્જુનની ધરપકડ થતા રડવા લાગી પત્ની સ્નેહા, એક્ટરે કિસ કરીને આપી સાંત્વના

અલ્લુ અર્જુનની અચાનક ધરપકડથી  તેના ચાહકો સ્તબ્ધ બન્યા છે. કારણ કે 5 ડિસેમ્બરે નોંધવામાં આવેલા કેસમાં ત્યારથી કોઈ કાર્યવાહી થઈ ન હતી. વધુમાં અલ્લુ અર્જુનના કેસને રદ કરવા સંબંધિત એક અરજી પણ હાઈકોર્ટમાં દાખલ કરી હતી. પરંતુ અચાનક આ ધરપકડથી અનેક અટકળો બજારમાં વહેતી થઈ છે. ઘણા રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ ધરપકડ વ્યૂહરચનાના ભાગરૂપે કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનને કોર્ટે આપ્યા 14 દિવસના રિમાન્ડ, વહેલી સવારે કરાઈ હતી ધરપકડ

મીડિયા અહેવાલ મુજબ, આ બધું ફોર્મ્યુલા E કાર રેસના મામલાને કારણે થઈ રહ્યું હોવાનું છે. જાણવા મળ્યું છે કે તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ પૂર્વ રાજ્ય મંત્રી કેટીઆર વિરુદ્ધ ફરિયાદ નોંધવાની મંજૂરી આપી દીધી છે અને આ ફાઇલ રાજ્ય સરકારને પણ મોકલવામાં આવી છે. KTR પર રાજ્યમાં હિંસા ફેલાવવાનું કાવતરૂ ઘડ્યું હોવાનો પણ આરોપ મૂકાયો હતો. ઈ-કાર રેસમાં સરકારી ફંડનો દુરૂપયોગ કર્યો હોવાનો આરોપ હેઠળ કેટીઆર સામે એફઆઈઆર નોંધાયા બાદ તેમની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. 

ચર્ચા છે કે, રેવંત રેડ્ડી દિલ્હીમાં છે. તે કેન્દ્ર સરકાર સાથે આ મામલે ચર્ચા કરવા ગયા છે. તે કેન્દ્ર સરકારને વિશ્વાસ અપાવી રહ્યા છે કે, આ ધરપકડથી કોઈ મુશ્કેલી નહીં થાય. અલ્લુ અર્જુનની ધરપકડથી મીડિયા અને જનતાનું ધ્યાન ભટકાવવામાં આવ્યું છે. જેથી કેટીઆરની ધરપકડ વખતે કોઈ ખાસ વિવાદ ન થાય.

અલ્લુ અર્જુનની કયા કેસમાં ધરપકડ કરવામાં આવી?

સ્ક્રિનિંગ હૈદરાબાદમાં રાખવામાં આવ્યું હતું. હૈદરાબાદના સંધ્યા થિયેટર પાસે આ કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં રેવતી નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે તેમનો પુત્ર ઘાયલ થયો હતો. આ દુર્ઘટના બાદ અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કરીને માફી માંગી હતી અને મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત પણ કરી હતી. 5 ડિસેમ્બરે, મહિલાના પરિવારની ફરિયાદ પર, પોલીસે અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમ સાથે થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 118 (1) હેઠળ કેસ નોંધ્યો હતો.

આ સમાચાર શેર કરો