ઇરફાન પઠાણના મેકઅપ આર્ટિસ્ટનું સ્વિમિંગ પૂલમાં ડુબી જતા મોત
ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ઇરફાન પઠાણના મેકઅપ આર્ટિસ્ટ ફૈયાજ અંસારીનું વેસ્ટ ઇન્ડિઝમાં સ્વિમ

ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ઇરફાન પઠાણના મેકઅપ આર્ટિસ્ટ ફૈયાજ અંસારીનું વેસ્ટ ઇન્ડિઝમાં સ્વિમિંગ પૂલમાં ડુબી જવાથી નિધન થયું છે.
ફૈયાજ અંસારી મૂળ બિજનૌરના નગીના તાલુકાના મોહલ્લા કાજી સરાયનો રહેવાસી હતો. તે કેટલાક વર્ષથી મુંબઇમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરતો હતો. ત્યા તેની સલુનની દુકાન પણ હતી. આ વચ્ચે એક દિવસ પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ તેના સલુન પર ગયા હતા જે બાદ બન્ને વચ્ચે ઓળખાણ થઇ હતી. ઇરફાને ફૈયાજને પોતાનો મેકઅપ આર્ટિસ્ટ બનાવ્યો હતો. ઇરફાન તેને પોતાની સાથે વિદેશમાં પણ લઇ જતો હતો.
મૃતક ફૈયાજ અંસારીના ભાઇએ કહ્યું કે, વેસ્ટ ઇન્ડિઝ-અમેરિકામાં T20 વર્લ્ડકપ 2024 રમાઇ રહ્યો છે. ટૂર્નામેન્ટની સુપર આઠ મેચ વેસ્ટ ઇન્ડિઝમાં રમાઇ રહી છે. ઇરફાન પઠાણ મેચની કોમેન્ટ્રી માટે વેસ્ટ ઇન્ડિઝમાં જ છે. તે પોતાની સાથે મેકઅપ આર્ટિસ્ટ ફૈયાજ અંસારીને પણ લઇને ગયો હતો. ફૈયાજ પણ ઇરફાન પઠાણ સાથે વેસ્ટ ઇન્ડિઝમાં જ હતો. વેસ્ટ ઇન્ડિઝથી જાણવા મળ્યુ કે શુક્રવાર સાંજે ફૈયાઝનું એક હોટલમાં સ્વિમિંગ પૂલમાં નહાતા સમયે ડુબી જતા મોત થયું છે.






