ટિકિટ બુકિંગ, ટ્રેન ટ્રેકિંગ અને રિફંડ બધું એક જ જગ્યાએ, લોન્ચ થશે IRCTCની નવી એપ
કરોડો રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે. ઓનલાઈન ટિકિટ બુક કરાવ

કરોડો રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે. ઓનલાઈન ટિકિટ બુક કરાવનારાઓ માટે સારા સમાચાર એ છે કે, IRCTCની 'સુપર એપ' ટૂંક સમયમાં લોન્ચ થશે. એપ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે. આ એપ દ્વારા રેલવે મુસાફરોને વન-સ્ટોપ સોલ્યુશન આપી શકાશે. આ એપ દ્વારા મુસાફરોને એક જ જગ્યાએ ટિકિટ બુકિંગ, ટ્રેન ટ્રેકિંગ અને અન્ય રેલવે સંબંધિત સેવાઓ મળશે.
24 કલાકમાં ટિકિટ રિફંડ આપવાની સુવિધા
IRCTCની 'સુપર એપ' લોકસભા ચૂંટણી પહેલાથી રેલવેની ખાસ યોજનાનો એક ભાગ હતી. આ એપ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ ટેક્નિકલી એડવાન્સ એપમાં 24 કલાકમાં ટિકિટ રિફંડ આપવાની સુવિધા પણ આપવામાં આવશે. રેલવેની યોજના અગાઉની રિફંડ પ્રક્રિયાને વ્યવસ્થિત કરવાની છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલવેની IRCTC રેલ કનેક્ટ એપ સૌથી ફેવરિટ એપ છે અને તેને 10 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.
ઘણી એપને એકસાથે લાવવાની યોજના
રેલવેની 'સુપર એપ' હેઠળ ઘણી એપ્સને એકસાથે લાવવાની યોજના છે, જેને સુપર એપ નામ આપવામાં આવ્યું છે. આ એપ્સમાં Rail Madad, UTS, Satark, TMS-Nirikshan, IRCTC એર અને પોર્ટરીડ જેવી એપ્સ સામેલ કરવામાં આવશે. તાજેતરમાં, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, જો કોઈ મુસાફરની અટક બુકિંગ કરાવનાર વ્યક્તિ કરતા અલગ હોય, તો આવા લોકો એકસાથે ટિકિટ બુક કરી શકશે નહીં. પરંતુ IRCTC દ્વારા આપવામાં આવેલી આ માહિતીને ખોટી જાહેર કરવામાં આવી છે.
IRCTCએ ટ્વિટર પર કહ્યું કે, સોશિયલ મીડિયા પર ઈ-ટિકિટ બુકિંગને લઈને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. આ અફવાઓ 'ખોટી અને ભ્રામક' છે. તમે અલગ-અલગ અટક ધરાવતા લોકો માટે ટ્રેન ટિકિટ બુક કરાવી શકો છો. તમે તમારા IRCTC એકાઉન્ટમાંથી એક જ વારમાં પરિવાર, મિત્રો અને સંબંધીઓ માટે ટિકિટ બુક કરી શકો છો. ભલે તમારી અટક સાવ અલગ હોય.






