Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Insulting Vande Mataram means insulting Mother India': Giriraj Singh lashed out at Rahul-Sonia Gandhi!

VIDEO: ‘વંદે માતરમનું અપમાન એટલે ભારત માતાનું અપમાન’: રાહુલ-સોનિયા ગાંધી પર ભડક્યા ગિરિરાજ સિંહ!

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોંગ્રેસ મુખ્યાલય ખાતે આયોજિત સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના સંપૂર્ણ ગાનને લઈને નવો રાજકીય વિવાદ છેડાયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે, જેમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે.

App Store

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નિવેદન આપતા જણાવ્યું કે, "આજે સમગ્ર દેશે જોયું કે કેવી રીતે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વંદે માતરમ્ રોકવા માટે ઈશારો કરી રહ્યા હતા. વંદે માતરમ્‌નું અપમાન કરવું એ સીધું ભારત દેશ અને ભારત માતાનું અપમાન કરવા સમાન છે. તેમણે વંદે માતરમ્‌નું ખુલ્લેઆમ અનાદર કર્યું છે."

કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા પર નિશાન સાધતાં ગિરિરાજ સિંહે ઉમેર્યું કે, "કોંગ્રેસ નેતાઓ ખુરશી મંગાવવાની વાત કરીને માત્ર જૂઠું બોલી રહ્યા છે. આ દેશ આવી હરકતો માટે તેમને ક્યારેય માફ નહીં કરે."

ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ દરમિયાન સામે આવેલા એક વીડિયોમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વંદે માતરમ્ ગાન દરમિયાન કોઈ બાબતે ઈશારો કરતા દેખાયા હતા. ત્યારબાદ ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ નેતાઓ સંપૂર્ણ વંદે માતરમ્ ગાવાનો વિરોધ કરી રહ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસ નેતા જયરામ રમેશે તમામ આરોપો નકારી કાઢતાં જણાવ્યું હતું કે ખડગે ઘણા સમયથી ઊભા હોવાથી સોનિયા ગાંધી તેમના માટે ખુરશી લાવવા કહી રહ્યાં હતાં અને સમગ્ર ગીત પૂર્ણ રીતે ગાવામાં આવ્યું હતું.