VIDEO: લાલ કિલ્લેથી મોદી 80મા સ્વતંત્રતા પર્વે વંદે માતરમનું સામૂહિક ગાન કરાવશે
સોર્સ : gstv
આવતીકાલે દેશનો 80મો સ્વતંત્રતા પર્વ દિલ્હીના લાલ કિલ્લા ખાતે ભવ્ય રીતે ઉજવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર ધરતી પરથી સવારે 7.30 વાગ્યે રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધન કરશે. આ વખતે કાર્યક્રમનું મુખ્ય કેન્દ્ર રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ અને ‘વિકસિત ભારત 2047’માં યુવા શક્તિની ભૂમિકા રહેશે. આ રાષ્ટ્રીય પર્વમાં સુરક્ષા દળો દ્વારા પરંપરાગત ગાર્ડ ઓફ ઓનર, ૨૧ તોપોની સલામી અને હેલિકોપ્ટરો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે. આ વર્ષે વીઆઈપી કલ્ચરને દૂર કરીને બેઠક વ્યવસ્થાના નામ દેશની પ્રખ્યાત સરોવરો અને ઝીલોના નામ પર રાખવામાં આવ્યા છે. દેશભરમાંથી આશરે પાંચ હજાર જેટલા વિશિષ્ટ અતિથિઓને આ ઐતિહાસિક સમારોહમાં વિશેષરૂપે આમંત્રિત કરવામાં આવ્યા છે.

