Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Independence Day Rehearsal at Red Fort

VIDEO: લાલ કિલ્લે સ્વતંત્રતા દિવસની રિહર્સલ

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે ફુલ ડ્રેસ રિહર્સલ યોજાઈ હતી. સ્વતંત્રતા દિવસના મુખ્ય કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા દળો અને વિવિધ ટુકડીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવી હતી. પરેડ અને અન્ય કાર્યક્રમોને લઈને તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી. લાલ કિલ્લા આસપાસ સુરક્ષા વ્યવસ્થા પણ વધુ કડક બનાવવામાં આવી છે. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે. મહત્વના માર્ગો પર વાહનોનું ચેકિંગ અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિવસના કાર્યક્રમને લઈને સમગ્ર રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક જોવા મળી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News