Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad-Bhuj 'Vande Metro' premium and economy ticket rates announced

અમદાવાદ-ભુજ ‘વંદે મેટ્રો’ના પ્રીમિયમ અને ઈકોનોમી ટિકિટના દર જાહેર, જાણો કેટલું રહેશે ભાડું

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2024
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ-ભુજ ‘વંદે મેટ્રો’ના પ્રીમિયમ અને ઈકોનોમી ટિકિટના દર જાહેર, જાણો કેટલું રહેશે ભાડું

અમદાવાદ-ભુજ વચ્ચે 16 સપ્ટેમ્બરથી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ થઇ જશે. 334 કિલોમીટરની રૂટની આ ટ્રેનમાં ઈકોનોમી ક્લાસમાં રૂપિયા 1052 અને પ્રીમિયમ ક્લાસમાં રૂપિયા 1869નું ભાડું રહે તેવી સંભાવના છે. આ સ્થિતિએ ઈકોનોમી ક્લાસના મુસાફરોએ પ્રતિ કિલોમીટરનું રૂપિયા 3.14નું જ્યારે પ્રીમિયમ ક્લાસના મુસાફરોએ રૂપિયા 5.95નું ભાડું ચૂકવવું પડશે. 

App Store

334 કિલોમીટરનું અંતર 5.45 કલાકમાં કાપશે : મુસાફરોની 45 મિનિટ બચશે 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દેશની આ પ્રથમ વંદે મેટ્રો ટ્રેન છે. અમદાવાદથી આ ટ્રેન સાંજે 5:30ના રવાના થઇને સાંજે 5:40ના સાબરમતી, સાંજે 5:47ના ચાંદલોડિયા પહોંચશે. સાબરમતી અને ચાંદલોડિયા સ્ટેશનમાં આ ટ્રેન 2-2 મિનિટ ઉભી રહેશે. આ ટ્રેન રાત્રિના 9:50ના ગાંધીધામ જ્યારે રાત્રે 11:10ના ભુજ પહોંચશે.

કચ્છ એક્સપ્રેસમાં આ અંતર કાપવામાં 6.30 કલાકનો સમય

ભુજથી  આ ટ્રેન સવારે 5:05ના રવાના થઇને સવારે 5:55ના ગાંધીધામ અને સવારે 10:50ના અમદાવાદ પહોંચશે. આમ, આ ટ્રેનથી અમદાવાદ-ભુજનું અંતર 5.45 કલાકમાં કાપી શકાશે. હાલ કચ્છ એક્સપ્રેસમાં આ અંતર કાપવામાં 6.30 કલાકનો સમય થાય છે. આમ, મુસાફરોની 45 મિનિટ બચશે. વંદે મેટ્રો સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજારમાં ઉભી રહેશે.